પક્ષ સાથે દ્રોહ કરનાર જિલ્લા પંચાયતના સદસ્યની કોંગ્રેસમાંથી હકાલપટ્ટી

- text


મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની ચૂંટણીમાં ગેરહાજર રહેવું ભારે પડ્યું

મોરબી : મોરબી જિલ્લા પંચાયતના વાંકાનેરની સીટ પર કોંગ્રેસ તરફથી ચૂંટાયેલા સદસ્ય કોંગ્રેસમાં રહી પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરતા હોય અને ભાજપને સમર્થન આપતા હોવાથી પ્રદેશ કોંગ્રેસ પક્ષે તેમની સામે કડક પગલાં ભર્યા છે. ખાસ કરીને મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની ચૂંટણીમાં આ સદસ્ય ગેરહાજર રહ્યા હોવાથી પક્ષ સાથે વિદ્રોહ કરનાર આ સદસ્યને કોંગ્રેસ પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના પ્રતિક ઉપર કોંગ્રેસે છેલ્લા 3 ટર્મથી નવઘણભાઈ મેઘાણીને વાંકાનેરના જુદાજુદા વિસ્તારમાં જીલ્લા પંચાયતની ચૂંટણીમાં લડાવ્યા હતા. વાંકાનેર શહેર તાલુકાના દરેક સમાજના કોંગ્રેસનાં સેકડો કાર્યકર્તા અને આગેવાનોએ ચૂંટણી જિતાડવા માટે એડીચોટીનું જોર લગાવી ત્રણ ત્રણ વખત કોંગ્રેસનાં પ્રતિક ઉપર વિજેતા બનાવ્યા હતા. કોંગ્રેસ પક્ષે સહકારી માળખામાં તેના પુત્ર અશ્વિન મેઘાનીને વાંકાનેર માર્કેટયાર્ડની કરોડરજૂ સમાન વેપારી પેનલમાં પ્રતિનિધિત્વ બે ટર્મ આપ્યું. પક્ષને વફાદાર રહેવાને બદલે વાંકાનેર કુવાડવા વિધાનસભાની ચાલુ ચુંટણીમાં પુત્ર પ્રેમમાં પોતે કોંગ્રેસમાં રહીને પક્ષ સાથે દગો કરવાનું નક્કી કર્યું હતું અને પુત્રને ભાજપમાં પ્રવેશ અપાવ્યો અને આજે મોરબી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે કાર્ય કરે છે હદ તો ત્યારે કરી કે તાજેતરમાં મોરબી જીલ્લા પંચાયતની પ્રમુખ -ઉપપ્રમુખની ચૂંટણી તા. 13-9-2023 ના રોજ કરવામાં આવી ત્યારે કોંગેસ પક્ષ સાથે છું અને કોંગ્રેસમાં જ કામ કરીશ તેવી વાતો કરનાર નવઘણભાઈ મેઘાણી કોંગ્રેસ પક્ષના જીલ્લા પંચાયત ઉપ પ્રમુખના ઉમેદવાર મહેશભાઇના નામનો પક્ષ દ્વારા વ્હીપ આપવામાં આવ્યો. ત્યારે બિમારીનું બહાનું કરી અને ગેરહાજર રહી વ્હીપનો અનાદર કર્યો હતો.આમ જોવા જઈએ તો બન્ને બાપ દીકરો પ્રસિદ્ધિ અને પૈસા માટે ગમે તે હદે બળવો કરવો કરાવવો આજ તેમની પક્ષ માટેની માનસિકતા રહેલ હોય માટે જીલ્લા કોંગ્રેસ સમિતિ જીલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અને અન્ય આગેવાનોએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસને સંપૂર્ણ માહિતી આપી. માટે આજે પક્ષ દ્વારા તેમને કોંગ્રેસ પક્ષના જીલ્લા પંચાયતના ઉપનેતા પદે દૂર કરવા અને પક્ષમાથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવા તેવો પ્રદેશ સમિતિ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

- text

- text