સુરજબારી પુલ નજીક કન્ટેનર ટ્રકમાં આગ ભભૂકી : જાનહાની ટળી 

- text


મોરબી : મોરબી – કચ્છ હાઇવે ઉપર માળિયા નજીક સુરજબરીના પુલ પાસે ટ્રક કન્ટેનર નંબર GJ -12-BW -2538માં આગ લાગી હોવાનો સંદેશ મળતા મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી ગઈ હતી અને અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. જો કે, આગને કારણે ટ્રક કન્ટેનરના ટાયર સળગી ગયા અને ટ્રકની કેબિન પણ આગમાં ભડથું થઇ ગઈ હતી,સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલો સામે આવ્યા નથી.

- text

- text