માળીયા – હળવદ હાઈવે ઉપર હોટલમાંથી દારૂ-બિયરનો જથ્થો પકડાયો 

- text


મોરબી : માળીયા – હળવદ હાઇવે ઉપર આવેલી હોટલમાં વિદેશી દારૂ અને બિયરનું વેચાણ થઇ રહ્યું હોવાની બાતમીને આધારે માળીયા પોલીસે દરોડો પાડી હોટલ સંચાલકને દારૂ-બીયરના જથ્થા સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા – હળવદ હાઇવે ઉપર આવેલી ક્રિષ્ના હોટલમાં વિદેશી દારૂ અને બિયરનું વેચાણ થઇ રહ્યું હોવાની બાતમીને આધારે માળીયા પોલીસે દરોડો પાડતા હોટલ સંચાલક એવો આરોપી રીયાજભાઈ કરીમભાઈ લધાણી રહે.હાલ માળીયા – હળવદ હાઈવે ક્રિષ્ના હોટલે તા-માળીયા મીં. જી.મોરબી મુળ રહે-જામનગર વસીલા ચોક, એકડેએક બાપુ વિસ્તાર, મજોઠી નગર વાળાના કબ્જામાંથી મેકડોવેલ્સ નં-1 વ્હીસ્કીની 45 બોટલ કિંમત રૂપિયા 18,000 તેમજ કિંગ ફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બિયર ટીન નંગ-81 કિંમત રૂપિયા 8,100 મળી કુલ રૂપિયા 26,100નો મુદામાલ મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text

- text