મોરબીમાં ગણેશજીની પ્રતિમાઓનું સામુહિક વિસર્જન કરાશે : 4 જગ્યાએ મૂર્તિઓ એકત્રિત કરાશે 

- text


નગર પાલિકા દ્વારા અનઇચ્છનીય ઘટના નિવારવા માટે ગણેશ વિસર્જન માટે વ્યવસ્થા ગોઠવાઈ

મોરબી : મોરબીમાં મોંઘેરા મહેમાન ભગવાન શ્રી ગણેશજીનીસ્થાપના બાદ નવ-દસ દિવસ ભક્તિભાવથી પૂજા અર્ચના અને આરાધના કરવા લોકો તલ્લીન બની ગયા છે. ત્યારે ગણેશ વિસર્જન દરમિયાન અનઇચ્છનીય ઘટના નિવારવા માટે મોરબી નગરપાલિકા દ્વારા જ ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાલિકા દ્વારા જ 28મીએ ગણેશજીની મૂર્તિઓ એકત્ર કરી સામુહિક વિસર્જન કરાશે. આથી નિયત કરેલા ચાર સ્થળે ગણેશજીની મૂર્તિઓ સોંપી દેવા લોકોને અનુરોધ કરાયો છે.

- text

મોરબીમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થયા બાદ નાના મોટા આયોજનો થઈને શેરી-ગલીમાં નાના પંડાલો નાખી તેમજ મોટાભાગના ઘરોમાં દુંદાળા દેવનું સ્થાપન કરવામાં આવ્યું છે અને લોકો પણ સવાર સાંજ નિયમિત આરતી, પૂજા અર્ચના અને અન્નકૂટ ઘરીને વિધ્નહર્તાની ભક્તિમાં તલ્લીન બની ગયા છે. ત્યારે લોકો ગણેશ વિસર્જન વખતે ડૂબી જવાની કરુણ ઘટના બનતી હોય વિધ્નહર્તાના કાર્યમાં આવું વિઘ્ન નિવારવા માટે તા.28 સપ્ટેમ્બરના રોજ ખુદ મોરબી નગરપાલિકા દ્વારા જ ગણેશજીની મૂર્તિઓનું સામુહિક વિસર્જન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ચાર નિયત સ્થળો સ્કાય મોલ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એલ.ઇ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ, ગર્લ્સ હાઇસ્કુલ ખાતે નગરપાલિકા દ્વારા લોકો પાસેથી ગણેશજીની મૂર્તિઓ એકત્ર કરવામાં આવશે અને ગણેશજીની મૂર્તિઓને એકત્ર કરીને આર.ટી.ઓ. કચેરી પાછળ ખાડીમાં નગરપાલિકાના સ્ટાફ તેમજ તરવૈયા અને જેસીબીની મદદથી વિસર્જન કરવામાં આવશે. આ માટે પાલિકા દ્વારા 70 જેટલા કર્મચારીઓને જુદી જુદી ફરજ સોંપવામાં આવી છે.

- text