મોરબીમાં પાનની અને કરિયાણાની દુકાનમાં નશાનો કારોબાર 

- text


મોરબી તાલુકા પોલીસે સાપર ગામ નજીક પાવડીયારી કેનાલ પાસે દરોડામાં નશીલી શીરપનો જંગી જથ્થો કબ્જે કર્યો 

મોરબી : મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દેશી-વિદેશી દારૂની ગરજ સારતા આયુર્વેદિક નશીલા શીરપનું ચોરી છુપીથી વેચાણ થઇ રહ્યું હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે સાપર ગામ નજીક પાવડીયારી કેનાલ પાસે દરોડા પાડી એક પાનની દુકાન તેમજ એક કરિયાણાની દુકાનમાંથી વિવિધ બ્રાન્ડની નશીલી શીરપનો જથ્થો પકડી પડ્યો હતો.

મોરબી તાલુકા પોલીસ મથકની ટીમને પેટ્રોલિંગ દરમિયાન સાપર ગામ નજીક પાવડીયારી કેનાલ પાસે નશાકારક આયુર્વેદિક શીરપનું વેચાણ થતું હોવાની બાતમી મળતા ડિલક્સ પાનની દુકાન અને ક્રિષ્ના કરિયાણા નામની દુકાનમાં દરોડો પડ્યો હતો. દરોડા દરમિયાન ડિલક્સ પાનની દુકાનમાં આરોપી દિનેશ લાલજી મેવાડા રહે.ખાખરેચી વાળાના કબ્જામાથી આયુર્વેદિક નશાકારક શીરપની 136 બોટલ કિંમત રૂપિયા 20,400 તેમજ ક્રિષ્ના કરિયાણા નામની દુકાનના સંચાલક આરોપી વિક્રમસિંહ સુરેશસિંહ જાડેજા, રહે.કુબેર સોસાયટી વાળાના કબ્જામાંથી 840 બોટલ નશાકારક શીરપ કિંમત રૂપિયા 1,26,000નો જથ્થો મળી આવતા બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text

આ કામગીરી તાલુકા પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળા, એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા, પો.હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા, અજીતસિંહ પરમાર, હરપાલસિંહ ઝાલા, પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર, રમેશભાઇ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથભાઇ લોખીલ, જયદીપભાઇ પટેલ, પંકજભાઈ ગુઢડા, જીતેનદાન ગઢવી, કેતનભાઇ અજાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા,દીપસિંહ ચૌહાણ, યશવંતસિંહ ઝાલા અને દેવશીભાઇ મોરી સહિતનો સ્ટાફ રોકાયેલ હતો.

- text