વધુ એક વાવાઝોડું આવવાની આગાહી કરતા અંબાલાલ પટેલ 

- text


27,28 અને 29 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદ પડવાનું અનુમાન : 12 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું ભીષણ સ્વરૂપ ધારણ કરશે

મોરબી : ગુજરાતમાં આવેલ બિપરજોય વાવાઝોડા હજુ ભુલાયું નથી ત્યાં જ વધુ એક વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ફરીથી એક મોટી અને ચિંતાજનક આગાહી કરી છે. બંગાળની ખાડી અને અરબસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે. તેમના કહેવા મુજબ 30 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં થાઈલેન્ડ બાજુ લો પ્રેશર બનશે.

અંબાલાલ પટેલના કહેવા મુજબ 30 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં થાઈલેન્ડ બાજુ લો પ્રેશર બનશે. ત્યારબાદ 2 ઓક્ટોબર સુધી તે અરબ સાગરમાં આવી પહોંચશે. 12 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું ભીષણ સ્વરૂપ ધારણ કરશે. આ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સટ્રિમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે.

- text

2018 જેવું વાવાઝોડું હોવાની આગાહીઆ સમયે અરબસાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા. જેનો માર્ગ ઓમાન તરફ જઈ શકે તેવી શક્યતા જો કે તેનો માર્ગ જે તે સમયે જ જાણી શકાય.

2018 જેવું વાવાઝોડું હોવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. આ દરમિાયન 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. વાવાઝોડાની અસરના પગલે 27,28 અને 29 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદ પડવાનું અનુમાન કરાયું છે. સંભવિત વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાંક ઉત્તર પૂર્વીય ભાગમાં વરસાદ પડશે.

- text