હળવદના ખનીજચોરીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

- text


હળવદ : હળવદ પંથકમાં બેફામ ખનિજચોરીની પ્રવૃત્તિ વચ્ચે આજે મોરબી એલસીબીએ હળવદના ખનિજચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબીની ટીમને ખાનગી રાહે હકિકત મળેલ કે, હળવદ પોલીસ મથકે નોંધાયેલા ખનિજચોરી ગુન્હામાં નાસતો ફરતો આરોપી જીવાભાઇ અરભમભાઇ આગઢ રહે. પોરબંદર ખાપટ રામાપીરના દ્વારાની બાજુમાં વાળો હાલે લાલપર ગામ પાસે કામકાજ સબબ આવેલ હોવાથી હકીકત મળતા સ્ટાફ સાથે લાલપર ગામ નજીક તપાસ કરતા આરોપી જીવાભાઇ અરભમભાઇ આગઢ ઉ.વ. ૩૬ ધંધો ડ્રાઇવીંગ રહે. પોરબંદર ખાપટ કર્મચારી સોસાયટી રામાપીરના દ્વારાની બાજુમાં વાળો મળી આવતા તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ છે.

- text

- text