હળવદમાં મેઘરાજાની તોફાની બેટિંગ, બે કલાકમાં દોઢ ઈંચ 

- text


મોરબી : મોરબી જિલ્લામાં રવિવારે રાત્રિથી મેઘરાજાએ હેત વરસાવવાનું શરૂ કર્યું છે ત્યારે આજે સવારે પણ અવિરત મેઘકૃપા વરસી રહી છે, મોરબી જિલ્લામાં સૌથી વધુ વરસાદ હળવદ તાલુકામાં નોંધાયો છે, ફ્લડ કંટ્રોલ રૂમના આંકડા મુજબ આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન હળવદમાં 28મીમી વરસાદ નોંધાયા બાદ સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન વધુ 32 મીમી એટલે કે દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ સાથે જ ગતરાત્રીના 8થી આજે સોમવારે સવારના આઠ વાગ્યા સુધીમાં 60 મીમી એટલે કે અઢી ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

- text

- text