વાંકાનેરની ઘીયાવડ પ્રાથમિક શાળામાં ઈકો ફ્રેન્ડલી ગણેશજી મૂર્તિ મેકિંગ સ્પર્ધા યોજાઈ

- text


વાંકાનેર : દર વર્ષની જેમ આ વર્ષે પણ વાંકાનેરની ઘીયાવડ પ્રાથમિક શાળામાં ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ગણપતિ મહોત્સવમાં પીઓપીની મૂર્તિના બદલે માટી-છાણમાંથી બનેલી પ્રદુષણ મુક્ત ગણેશજીની મૂર્તિ લોકો ખરીદે તેવા આશય સાથે ઘીયાવડ પ્રાથમિક શાળા સીઆરસી જુના કણકોટ દ્વારા ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ મેકિંગ સ્પર્ધા યોજાઈ હતી.. જેમાં શાળાના ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. સાથે જ બાલ વાટીકા વર્ગના બાળકો માટે ગણેશજીના ફોટોમાં રંગપૂરણી સ્પર્ધા યોજાઈ હતી.

- text

આ સ્પર્ધામાં ગોધાણી દિપક, સાકરીયા વંશિકા, ચૌહાણ કોમલ, ચૌહાણ મિત, ઝાલા દક્ષરાજસિંહ, મકવાણા દિવ્યા, ચૌહાણ સેજલ અને ઝાલા વંદનાબા વિજેતા બન્યા હતા. જેમને ઇનામ આપીને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી. ગણેશ મહોત્સવ દરમિયાન શાળાના બાળકો દ્વારા ગણેશજીની પૂજા અર્ચના પણ કરવામાં આવશે તેમ આચાર્ય વિરેન્દ્રસિંહની યાદીમાં જણાવાયું છે.

- text