મોરબીમાં દીવાલ બનાવવા બાબતે બે શખ્સોએ યુવાનને માર માર્યો 

- text


પરસોતમચોકમાં સતવારા બોર્ડીગ પાછળ કાલીકા પ્લોટમાં બનેલા બનાવ અંગે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો 

મોરબી : મોરબીના પરસોતમચોકમાં સતવારા બોર્ડીગ પાછળ કાલીકા પ્લોટમાં રહેણાંક મકાનની દીવાલ બનાવવા બાબતે બે આરોપીઓએ યુવાનને રસ્તામાં રોકી બેફામ માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પરસોતમચોકમાં સતવારા બોર્ડીગ પાછળ કાલીકા પ્લોટમાં રહેતા સંજય ઉર્ફે સલો પ્રેમજીભાઇ ચૌહાણ નામના યુવાનને પાડોશમાં જ રહેતા આરોપી સુરેશભાઇ સવજીભાઇ કોળી અને ટીનાભાઇ બાબુભાઇ કોળીએ ત્રણ ચાર મહિના અગાઉ બન્નેના રહેણાંક વચ્ચે દીવાલ બનાવવા બાબતે બોલાચાલી થયેલ હોય તેનો ખાર રાખી શેરીમાં રોકી છરાનો મુંઠનો ભાગ માથામાં મારી લોખંડના પાઇપ વડે માર મારી હાથમાં ફ્રેક્ચર કરી નાખી જાતિ પ્રત્યે અપમાનિત કરતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૨૫, ૫૦૪, ૩૪૧, ૧૧૪ તથા એટ્રોસીટી એકટ કલમ- ૩(૧)(આર), ૩(૨)(૫)(એ) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text