હવે તું મોરબી કેમ રહે છે હું જોઉં છું ! પતિના મિત્ર સાથે પ્રેમ સંબંધમાં પરિણીતાને ધમકી 

- text


મોરબીમાં રહેતી પરપ્રાંતીય પરિણીતાને રિલેશનશિપમાં ડખ્ખા સર્જાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો 

મોરબી : મોરબીમાં રહેતી અને બ્યુટીપાર્લરનો વ્યવસાય કરતી પરપ્રાંતીય પરિણીતાને પતિના મિત્ર સાથે રિલેશનશીપ રાખવી મોંઘી પડી છે, લાંબા સમયની રિલેશનશીપમાં પરિણીતાએ મોરબીના શખ્સ સાથે સંબંધો કાપી નાખતા પ્રેમીએ હવે તું મોરબી કેમ રહે છે હું જોઉં છું તેમ કહી ધમકીઓ આપી પરિણીતાના સગાવહાલાઓને આ પરિણીતા લફરાબાજ હોવાનું કહી બદનામ કરી નાખતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

આ ચકચારી બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીની નટવર પાર્ક સોસાયટીમાં શ્રીજી પેલેસ ફ્લેટ નંબર ૪૦૨ રહેતા મૂળ મધ્યપ્રદેશના નિમચ જિલ્લાના બોરખેડી ગામના વતની મધુવાલાબેન ગોરધનભાઇ ખારોલ ઉ.27 નામના પરિણીત મહિલાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં મહેન્દ્રનગરના ધર્મેન્દ્ર આદ્રોજા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેણીના પતિના મિત્ર ધર્મેન્દ્ર આદ્રોજા અવારનવાર તેમના ઘેર આવતો હોય આંખ મળી ગઈ હતી.

- text

વધુમાં ધર્મેન્દ્ર આદ્રોજા સાથે મધુવાલાબેન ગોરધનભાઇ ખારોલની આંખ મળી જતા બન્નેએ મોબાઈલ નંબરની આપ લે કરી હતી અને લાંબા સમયથી બન્ને વચ્ચે રિલેશનશીપ બંધાઈ હતી. બીજી તરફ મધુવાલાબેન ગોરધનભાઇ ખારોલનો પતિ ધર્મેન્દ્ર આદ્રોજાને ત્યાં કામ કરતો હોય ધર્મેન્દ્ર મધુવાલાબેનના તમામ સગાવહાલાને પણ ઓળખતો હતો અને તમામ સગાના નંબર પણ તેની પાસે હતા. દરમિયાન મધુવાલાબેન આરોપી ધર્મેન્દ્ર આદ્રોજા સાથેના સંબંધો પુરા કરી નાખી હવે રિલેશનશીપ ન રાખવી હોય ફોન નહીં કરવા જણાવ્યું હતું તેમ છતાં આરોપી ધર્મેન્દ્ર આદ્રોજાએ ધરાર પ્રેમસંબંધ ચાલુ રાખવા દબાણ કરી મધુવાલાના પતિને કામ ઉપરથી કાઢી મૂકી હવે તમે મોરબીમાં કેમ રહો છો એ હું જોઈ લઈશ કહી અવારનવાર ગાળો આપી મધુવાલાના સાસરિયાઓને તેમજ અંગ સગાઓને મધુવાલા લફરાબાજ હોવાના ફોન કરી ગાળો આપી ધમકી આપતા અંતે મધુવાલાબેને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ધર્મેન્દ્ર આદ્રોજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૫૦૪, ૫૦૭, મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text