ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે છાંયાબેન અને ઉપપ્રમુખ તરીકે ચાર્મીબેનના નામ જાહેર

- text


ભાજપ દ્વારા આગામી અઢી વર્ષની મુદત માટે તાલુકા પંચાયતના હોદેદારોના નામ જાહેર કરાયા

ટંકારા : ટંકારા તાલુકા પંચાયતના આગામી અઢી વર્ષના શાસન માટે ભાજપ દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.જેમાં પ્રમુખ તરીકે છાયાબેન અને ઉપપ્રમુખ માટે ચાર્મીબેનના નામની પસંદગી કરાઈ છે.

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ ટંકારા તાલુકા પંચાયતની બીજી ટર્મના પ્રમુખ તરીકે છાંયાબેન અરવિંદભાઈ માડવીયા, ઉપપ્રમુખ તરીકે ચાર્મીબેન ભાવેશભાઈ સેજપાલ અને કારોબારી સમિતિ માટે અલ્પેશભાઈ ચુનીલાલભાઈ દલસાણીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. હવે સામાન્ય સભામાં તમામ નવા હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા બાદ વરણી કરવામાં આવશે.

- text

- text