ટંકારામાં એક્સેસ ઉપર દેશીદારૂની હેરફેર કરતો યુવાન ઝડપાયો 

- text


ટંકારા : ટંકારા શહેરના મોરબી નાકા નજીકથી પોલીસે એક્સેસ મોટર સાયકલ ઉપર દેશી દારૂની હેરફેર કરતા આરોપી આદિલભાઇ હાસમભાઇ ઉર્ફે બાબો ચક્કી આમરોણીયા ઉ.18ને 30 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 600 તેમજ 25 હજારનું એક્સેસ મોટરસાયકલ મળી કુલ રૂપિયા 25,600ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. આરોપીની પૂછપરછમાં દેશી દારૂનો આ જથ્થો આરોપી અરસદભાઇ ઉર્ફે સદામ લિયાકતભાઇ ખલીફા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા ટંકારા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text