ભાવ વધારા બાદ નેચરલ ગેસની માંગમાં ઘટાડો

- text


મોરબીમાં ગુજરાત ગેસની માંગ ઘટતા ગેસ કંપની પણ ચિંતિત

મોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબી સિરામિક ક્લસ્ટરમા છેલ્લા દિવસોમાં નેચરલ પાઇપલાઇન ગેસના ભાવમાં થયેલા વધારા બાદ ગેસની માંગમાં ઘટાડો થતા ખુદ ગેસ કંપની પણ ચોંકી ઉઠી હોવાનું સામે આવ્યું છે.

મોરબી સિરામિક ક્લસ્ટરમા છેલ્લા એકથી દોઢ માસમાં ગેસના ભાવમાં થયેલા ભાવ વધારાથી સિરામિક પ્રોડક્શન ઉપર અસર પહોચી છે. બીજી તરફ વોલ ટાઇલ્સ એકમોમાં મંદીના મારને પગલે આ તહેવારના સમય ગાળામાં અનેક એકમોમાં સ્વૈચ્છીક શટ ડાઉન જેવી સ્થિતિ હોવાથી હાલમાં નેચરલ પાઇપલાઇન ગેસની માંગમાં ખાસો એવો ઘટાડો નોંધાયો છે.

- text

દરમિયાન છેલ્લા એક માસથી મોરબી સિરામિક એકમોમાં દૈનિક 40 લાખ ક્યુબીક મિટર ગેસની ડિમાન્ડ સામે છેલ્લા અઠવાડિયાથી આ માંગ ઘટીને 37 લાખ ક્યુબીક મીટર પહોંચી જતા ગેસની ખપત મામલે ગુજરાત ગેસ કંપની પણ ચિંતિત બની હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text