માળીયા તાલુકાના પંચવટી ગામે સમૂહ ભોજનની અનોખી પરંપરા 

- text


જન્માષ્ટમી અને દિવાળીએ ગામના તમામ રહેવાસીઓ સાથે મળી ઉજવણી બાદ કરે છે સમૂહ ભોજન

મોરબી : માળીયા તાલુકાના ખીરઇ એટલે કે પંચવટી ગામમાં જન્માષ્ટમી અને બેસતા વર્ષના દિવસે ગ્રામજનો દ્વારા અનોખી પરંપરા નિભાવવામાં આવે છે જેમાં પંચવટી ગામના તમામ વતનીઓ એકત્રિત થઈ સામુહિક રીતે તહેવારની ઉજવણી કરી સમૂહભોજન કરે છે.

માળીયા તાલુકાનું પંચવટી (ખીરઈ) ગામ વિશેષ ઓળખ ધરાવે છે. ગામના તમામ લોકો જન્માષ્ટમીના દિવસે રાસ-ગરબા સાથે મટકીફોડનું ભવ્ય આયોજન કરે છે અને બપોરે સાથે ફળાહાર કરે છે. એ જ રીતે દિવાળીના તહેવાર ઉપર બેસતા વર્ષના દિવસે સ્નેહમિલન સાથે ગામ સમસ્ત સમૂહભોજન થાય છે.

વર્ષમાં બે વખત આવું આયોજન કરવાનો મુખ્ય હેતુ નોકરી ધંધા અર્થે મોરબી અને અન્ય શહેરમાં વસતા લોકો કુદરતી વાતાવરણમાં ગામડે વતનમાં તહેવાર ઉજવી શકે અને એકબીજાને મળીને આનંદ કરે. જેમનો જન્મ જ બહાર શહેરમાં થયો છે. તેવી આવનારી પેઢીના બાળકો પણ એકબીજાને મળે અને ઓળખાણ થાય તો એકમેક પ્રત્યે લગાવ રહે આવી ભાવના સાથે દર વર્ષે ગામના યુવાનો દ્વારા આયોજન કરવામાં આવે છે.પર્યાવરણ માટે પણ પંચવટી પાછળ નથી. અહીં ઘણા બધાં વૃક્ષો ઉછેરી પંચવટી નામ ગામલોકોએ સાર્થક કર્યું છે.

- text

- text