આર્મી જવાન દ્વારા મોરબીમાં આર્મી, નેવી કે પોલીસની શારીરિક કસોટી અંગેની માર્ગદર્શન શિબિરનું આયોજન

- text


મોરબી : મોરબીના યુવાનો કે જે આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ કે ફિટનેસને લગતી તમામ જોબની તૈયારી કરતા હોય તેવા યુવાનો માટે તા. 11 થી 16 સપ્ટેમ્બરના સવારે 6 થી 7 કલાકે એલ ઈ ગ્રાઉન્ડ ખાતે વિનામુલ્યે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શિબિરમાં હાલ આર્મીમાં છે તેવા રવિ ગોસાઈ કે જેઓ (NSG COMMANDO) Black cat commando માં 3 વર્ષ દેશની સેવામાં હતા તેમજ 17 વર્ષની ઉંમરમાં જ આર્મીમાં જોડાઈને દેશની સેવા માટે જોડાઈ ગયા હતા. તેમના દ્વારા યુવાનોને સાચી દિશા મળી રહે અને આગળ વધે તે હેતુથી આ વિનામુલ્યે શિબિરમાં માર્ગદર્શન આપવામાં આવશે. આ શિબિર અંગેની વધુ માહિતી માટે રવિભાઈ ગોસાઈ (આર્મી)-6291278744 તેમજ અનિલ જેઠલોજા- ઈન્ચાર્જ સોશિયલ મીડિયા (સૌરાષ્ટ્ર ઝોન) પ્રદેશ ભાજપ- 9375177000 નો સંપર્ક કરવાનો રહેશે.

- text

- text