જન્માષ્ટમીની શોભાયાત્રાના રૂટ ઉપર SPની આગેવાનીમાં પોલીસનું ફૂટ પેટ્રોલીગ

- text


લોકો શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવાર માણી શકે તે માટે પોલીસ ખડેપગે રહેશે : એસપી રાહુલ ત્રિપાઠી

મોરબી : મોરબીમાંજન્માષ્ટમીની શોભાયાત્રાના રૂટ ઉપર એસપીની આગેવાનીમાં આજે પોલીસનું ફૂટ પેટ્રોલીગ યોજાયું હતું. જેમા એસપીએ જણાવ્યું હતું કે લોકો શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવાર માણી શકે તે માટે પોલીસ સતત ખડેપગે રહેશે.

મોરબીમાં જન્માષ્ટમી મહોત્સવ નિમિતે સવારે જડેશ્વર મહાદેવ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળ્યા બાદ શહેરના તમામ મુખ્યમાર્ગો ઉપર શાહી સવારી નીકળશે. જે નિમિત્તે એસપી રાહુલ ટ્રીપથીની આગેવાનીમાં પોલીસ દ્વારા જડેશ્વર મંદિરથી ગ્રીનચોક દરબાર ગઢ સુધી શોભાયાત્રાના રૂટ ઉપર ફૂટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એ ડિવિઝન પીઆઇ, એસઓજી પીઆઇ સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા.

એસપી રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું કે જન્માષ્ટમી પર્વે લોકો શાંતિથી તહેવાર મનાવી શકે તે માટે પોલીસ તૈનાત રહેશે. 10 પીઆઇ, 28 પીએસઆઇ, 400 જેટલા પોલીસ સ્ટાફનો બંદોબસ્ત રહેશે. લોકો મોડી રાતે ઘરે જતા હોય જાહેર માર્ગો પર પણ પોલીસ રહેશે. સી ટિમ દરેક મેળામાં રહેશે.

- text

- text