મોરબીના ઉંચી માંડલ નજીક ટ્રક હડફેટે 2 ના મોત, એક સગીર ઘાયલ 

- text


બાઇકમાં પંચર પડતા રસ્તો ઓળંગતા હતા ત્યારે અચાનક ધસી આવેલા કાળમુખા ટ્રકે અકસ્માત સર્જ્યો 

મોરબી : મોરબીના ઉંચી માંડલથી તળાવિયા શનાળા જતા રોડ ઉપર રસ્તો ઓળંગી રહેલા ત્રણ યુવાનોને અચાનક ધસી આવેલા કાળમુખા ટ્રકે હડફેટે લેતા એક સગીર અને એક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું જયારે અન્ય એક સગીરને ઈજાઓ પહોંચતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે, ઉલ્લેખનીય છે કે, અકસ્માતમાં મૃત્યુ પામનાર અને ઇજા પામનાર મિત્રો હતા, તહેવારના સપરમા દિવસે જ આજે અકસ્માતમાં એક સગીર અને યુવાન મળી બબ્બેનો ભોગ લેવાતા બન્ને મૃતકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અકસ્માતના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે રહેતા સુનિલ લાખાભાઈ પ્રસાદીયા ઉ.19, નયન રાજેશભાઈ લાંબરીયા ઉ.14 અને કરણ ભરતભાઈ લાંબરીયા ઉ.15 મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે મોટર સાયકલમાં પંચર પડતા પંચર રીપેર કરાવી ત્રણેય રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે ઉંચી માંડલથી તળાવિયા શનાળા જતા રસ્તા ઉપર અચાનક ધસી આવેલા કાળમુખા ટ્રકે ત્રણેયને હડફેટે લેતા આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા સુનિલ લાખાભાઈ પ્રસાદીયા ઉ.19 અને નયન રાજેશભાઈ લાંબરીયા ઉ.14નું મૃત્યુ નીપજ્યું હતું. જયારે કરણ ભરતભાઈ લાંબરીયા ઉ.15 ઈજાઓ પહોંચતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે.

ઉલ્લખનીય છે કે, મૃતક બન્ને મિત્રો હોવાનું જાણવા મળે છે બીજી તરફ આજથી સાતમ આઠમના તહેવારો ચાલુ થયા છે ત્યારે આજના સપરમા દિવસે જ ઉંચી માંડલ ગામે આશાસ્પદ સગીર અને યુવાનનો ભોગ લેવાતા બન્ને મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

- text

- text