મોરબીમાં 64 બોટલ વિદેશી દારૂ સાથે ચાર ઝડપાયા 

- text


સીટી એ ડિવિઝન પોલીસે નવાડેલા રોડ, પંચાસર રોડ અને કન્યા છત્રાલય રોડ ઉપર અલગ અલગ ચાર દરોડા પાડ્યા 

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે નવાડેલા રોડ, પંચાસર રોડ અને કન્યા છત્રાલય રોડ ઉપર અલગ અલગ ચાર દરોડા પાડી વિદેશી દારૂની 64 બોટલ સાથે બુટલેગર અને પ્યાસી સહિત કુલ ચાર આરોપીઓને ઝડપી લીધા હતા, સાથે જ નામચીન બુટલેગરના નામ ખુલતા ફરાર દર્શાવી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ગઈકાલે દારૂ વેંચતા તત્વો અને દારૂ પીનારા તત્વો ઉપર ધોંસ બોલાવી કરેલી અલગ અલગ ચાર કાર્યવાહીમાં પ્રથમ દરોડો નવા ડેલા રોડ ઉપર રહેતા નામચીન બુટલેગર હિતેષ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકીયાના રહેણાક મકાનમાં છાપો મારતા હિતેષ ઉર્ફે મોઢીયોના ઘરમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 21 બોટલ કિંમત રૂપિયા 8100 મળી આવી હતી. જો કે આરોપી હિતેષ ઉર્ફે મોઢીયો હાજર નહીં મળી આવતા પોલીસે ફરાર દર્શાવી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

જયારે બીજા દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસ ટીમે કન્યા છાત્રાલય રોડ રાધેક્રિષ્ના સ્કુલ પાસેથી આરોપી પંચાસર રોડ ઉપર રાજનગર, મારૂતીનગરમાં રહેતા મુળ જુના સાદુળકા ગામના નીતીનભાઇ પ્રવજીણભાઇ પાંચોટીયાને વિદેશી દારૂની 4 બોટલ કિંમત રૂપિયા 2080 સાથે ઝડપી લીધો હતો. આરોપી નીતિને વિદેશી દારૂનો આ જથ્થો આરોપી સુરેશભાઇ ભુપતભાઇ રાઠોડ રહે.મોરબી વેજીટેબલ રોડ, ભાગ્યલક્ષ્મી સોસાયટી વાળા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે ભૂપતને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

ત્રીજા દરોડામાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસે પંચાસર ચોકડીથી આગળ આરોપી હિતેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, રહે.મોરબી-૨ વેજીટેબલ રોડ ભાગ્યલક્ષ્મી સોસાયટી, મુળ રહે.ખાનપર અને દિનેશભાઇ હરજીવનભાઇ ઝાલરીયા, રહે.મોરબી મુનનગર ચોક, ન્યુ ચંદ્રેશનગર શેરીનં.2, મુળરહે.લુટાવદર નામના શખ્સોને વિદેશી દારૂની 4 બોટલ કિંમત રૂપિયા 2080 સાથે ઝડપી લઈ પૂછપરછ કરતા દારૂની આ બોટલ સુરેશભાઇ ભુપતભાઇ રાઠોડ રહે.મોરબી વેજીટેબલ રોડ, ભાગ્યલક્ષ્મી સોસાયટી વાળા પાસેથી મેળવી હોવાનું કબુલતા પોલીસે સુરેશને ફરાર દર્શાવી ત્રણેય વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત વિદેશી દારૂના ચોથા દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે મોરબીના પંચાસર રોડ ઉપર ભારતપરામાં રહેણાંક મકાનમાં દરોડો પાડી આરોપી મુસ્તુફાભાઈ ઉર્ફે ઝેરી ઓસમાણભાઈ સોલંકીના કબ્જામાથી વિદેશી દારૂની 35 બોટલ કિંમત રૂપિયા 12,600 કબ્જે કરી હતી. આરોપી મુસ્તુફાભાઈ ઉર્ફે ઝેરી ઓસમાણભાઈ સોલંકીની પૂછપરછમાં દારૂના આ ગોરખધંધામાં આરોપી સલીમભાઈ હારૂનભાઈ રાઉમા રહે માધાપર શેરી નં.13 વાળાની સંડોવણી હોવાનું કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

- text