બગસરા ગામના અગરીયાઓને અને સ્થાનીકોને દસ એકર જમીન ફાળવવાની માંગ

- text


મોરબી : માળીયાના બગસરા ગામે સ્થાનિકો અને અગરિયાઓ આજીવિકા માટે જમીન માંગી હોય પણ આ જમીન ઉપર કંપનીઓએ કબ્જો જમાવી લેતા હાઈકોર્ટેમાં ગયા બાદ હાઇકોર્ટેના ચૂકાદા પ્રમાણે અગરિયાઓ અને સ્થાનિકો વતી આજે ફરી ગ્રામ પંચાયતે કલેકટરને રજુઆત કરી જમીન આજીવિકા માટે ફાળવવાની માંગ કરી છે.

માળિયા(મિ.) તાલુકાના બગસરા ગામના અને અગરીયાઓ તથા સ્થાનીક અને ગામના વર્ષોથી મીઠા સાથે સંકળાયેલા તથા છેલ્લા ૨-૩ વર્ષથી મીઠા ઉત્પાદન માટે અલગ અલગ અરજદારોએ બગસરા ગામની હદની દરીયાઇ પૈકી જમીન વાળી જમીનમાં ૧૦-૧૦ એકરોની માંગણી કરી હતી. પરંતુ આ જમીન ખાનગી કંપનીઓને ફાળવી દેવાય હતી. તેમજ ખાનગી કંપનીઓએ પણ આ જમીન ઉપરાંત બીજી જમીનમાં પણ ગેરકાયદે કબ્જો જમાવી દીધો હતો. તેની સામે ગ્રામ પંચાયત અને ગામના અગરિયા તેમજ સ્થાનિક લોકો જમીન મેળવવા માટે સતત અથાક પ્રયાસ કરીને જિલ્લા કલેકટર સુધી રજુઆત કરી હતી. પણ કોઈ કાર્યવાહી ન થતા બગસરા ગામના અરજદારોએ હાઇકોર્ટેમાં અપીલ ગયા હતા અને હાઈકોર્ટે તેમના તરફી ચુકાદો આપીને નવેસરથી કલેકટરને અરજી કરવાનો આદેશ આપ્યો હતો. હાઇકોર્ટેના આદેશ મુજબ આજે બગસરા ગ્રામ પંચાયતે જિલ્લા કલેકટરને રજુઆત કરીને ફરીથી અગરિયાઓ તેમજ સ્થાનિકોને આજીવિકા માટે જમીન ફાળવવા માટે હુકમ કરવાની માંગ કરી છે.

- text

- text