માતાએ રસોઈ બનાવવામાં મદદ કરવાનું કહેતા સગીરાએ ગળેફાંસો ખાઈ લીધો 

- text


મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર કારખાનામાં બનેલો બનાવ

મોરબી : મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ મીટકો કારખાનામાં રહેતા મધ્યપ્રદેશના શ્રમિક પરિવારમાં અરેરાટી જન્માવતી ઘટનામાં માતાએ સગીર પુત્રીને રસોઈ કરવામાં મદદ કરવાનું કહેતા સગીરાને ગુસ્સામાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ મીટકો નામના કારખાનામાં કામ કરતા મધ્યપ્રદેશના રહેવાસી ધનસિંગ ભાભરની 12 વર્ષની પુત્રી પરમીલાને તેની માટે રસોઈ બનાવવામાં મદદ કરવાનું કહેતા સગીરાએ ગુસ્સામાં આવી જઈ રસોઈ કરવાની ના પાડી હતી અને બાદમાં મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text