હનુમાનજી સૌના દાદા છે, દાસ નહીં : રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીમા

- text


સાળંગપુર મંદિરના સ્વામીજીના વિવાદમાં મોરબી રામધન આશ્રમના મહંતે આક્રોશ વ્યક્ત કર્યો 

મોરબી : સાળંગપુરમાં હનુમાનજી મહારાજને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવતા મોરબીના રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીમાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે હનુમાનજી મહારાજ સૌના દાદા છે, દાસ નહીં.

- text

સાળંગપુર ખાતે રામભક્ત હનુમાનજી મહારાજની વિશાળ કદની પ્રતિમા સાથે હનુમાનજી મહારાજને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવતા ચિત્રોને લઈ વિવાદ સર્જાયો છે ત્યારે મોરબી રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીમાએ જણાવ્યું કે, આ સંતોની માનસિકતા નીચી છે કદાચ સહજાનંદ સ્વામીએ પણ આવો વિચાર નહીં કર્યો હોય. વારંવાર શિવ-શક્તિ, કૃષ્ણ અને હનુમાનજીનું અપમાન કરવામાં આવે છે. હિંદુ થઈને હિંદુના દેવી-દેવતાનું અપમાન હવે સહન નહીં થાય. કેમકે હનુમાનજી તમામના દાદા છે, દાસ નહીં. દાસ ફક્ત રામના છે. સાથે જ ભાવેશ્વરી માએ તાત્કાલિક આ ચિત્રો અને મૂર્તિઓ હટાવી લેવા કહ્યું છે. જો આમ નહીં થાય તો મોરબી સાધુ સમાજ અને અન્ય સમાજ પણ મેદાને આવશે તેવી ચીમકી પણ તેઓએ ઉચ્ચારી હતી.

- text