હળવદ પંથકમાં માસુમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

- text


મોરબી : હળવદ પંથકમાં હાહાકાર મચાવતી ઘટના સામે આવી છે જેમાં હવસખોર શખ્સ દ્વારા માસુમ બાળકને હવસનો શિકાર બનાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા આ બાળકને પ્રથમ હળવદ બાદ વધુ સારવાર માટે મોરબી ખસેડાયો છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ હળવદ પંથકના માસુમ બાળકને હવસખોર શખ્સ દ્વારા હવસનો શિકાર બનાવી અવાવરું જગ્યાએ બાવળની જાળીમાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું ભોગ બનનાર બાળકના પિતાએ સિવિલ હોસ્પિટલ મોરબીમાં જાહેર કર્યું છે. આ બાળક સાથે હળવદ શહેરના એક યુવાને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાનો આરોપ બાળકના પિતાએ લગાવ્યો છે. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ ચાલુ હોવાનું પણ જાણવા મળે છે.

 

- text