હળવદના જુના દેવળીયા કુમાર શાળા ખાતે રાખડી સ્પર્ધા યોજાઈ

- text


હળવદ : જુના દેવળીયા કુમાર પે સેન્ટર શાળા ખાતે રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

હળવદ તાલુકાના જુના દેવળીયા કુમાર પે સેન્ટર શાળામાં રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જુના દેવળીયા કુમાર પે સેન્ટર શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 6 થી 8ના 45 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દરેક વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ખુબ જ સુંદર રાખડી બનાવી હતી. આ સ્પર્ધાને અંતે 1) સાગર રવિચંદ જેસ્વાણી, ટ્રસ્ટી, હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, 2) ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણી, પ્રમુખ, N.I.M.A., મોરબી, મહેશ્વરી હોસ્પિટલ, મોરબી તરફથી ઇનામો આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રફુલભાઈ નાયકપરા (મહામંત્રી, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ) આચાર્ય સાગરભાઇ મહેતા અને શાળાનાં સમગ્ર સ્ટાફમિત્રોએ સાથે મળીને ખુબ જ સુંદર આયોજન કર્યું હતું.

- text

- text