માથકમાં આંગણવાડીને દારૂનું ગોડાઉન બનાવનાર શખ્સનું નામ ખુલ્યું 

- text


પોલીસે રૂ. 47,700નો દારૂનો જથ્થો મળી આવ્યાના પ્રકરણમાં બુટલેગરના નામ જોગ ગુનો દાખલ કર્યો, આરોપીની શોધખોળ

હળવદ : જ્યાં બાળકોને જ્ઞાન સાથે ગમ્મત પીરસવામાં આવે છે.તેવી આંગણવાડી જેવી પવિત્ર જગ્યાએ દારૂનો જથ્થો મળી આવ્યાની માથક ગામે ઘટના પ્રકાશમાં આવી હતી. જો કે બુટલેગર પણ બાજુની જ આંગણવાડી માં ફરજ બજાવતી મહિલાનો પતિ જ હોય પોલીસે તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

હળવદ તાલુકાના માથક ગામે આજે આંગણવાડી નંબર-૨ માંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ -132 કીંમત રૂ. 47,700નો જથ્થો કબ્જે લીધા બાદ.તપાસ કરતા આ જથ્થો અનિલભાઈ ઉર્ફે અનકો પ્રભુભાઈનો હોવાનું માલુમ પડતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

- text

ઉલ્લેખનીય છે કે આ શખ્સની પત્ની બાજુની જ આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવે છે.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ગત રાત્રીના પોલીસને બાતમી મળી હોય કે માથક ગામનો અનિલ ઉર્ફે અંનકો દારૂનો જથ્થો લાવ્યો હતો.જોકે પોલીસથી બચવા અનિલે બીજી કોઈ જગ્યાએ નહીં પરંતુ આંગણવાડીમાં દારૂનો જથ્થો સંઘર્યો હતો. પોલીસે તેના નામ જોગ ગુનો નોંધ્યો છે. આ કામગીરીમાં હળવદ પોલીસ મથકના અજીતસિંહ સીસોદીયા, મનોજભાઈ, પંકજભાઈ, હરવિજયસિંહ અને રણજીતસિંહ સહિતના જોડાયા હતા.

- text