હળવદ યાર્ડને નવી ઊંચાઈએ લઈ જવામાં રાજ્ય સરકાર તમારી સાથે : મુખ્યમંત્રી 

- text


હળવદ માર્કેટ યાર્ડના ચેરમેન વાઇસ ચેરમેન અને ડિરેક્ટરોએ મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી

હળવદ : હળવદ માર્કેટ યાર્ડના નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનની સાથે સાથે વેપારી અને ખેડૂત પેનલના ડિરેક્ટરોએ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી તેમજ સહકાર મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તો સાથે જ મુખ્યમંત્રી દ્વારા માર્કેટ યાર્ડના વિકાસમાં જ્યારે પણ રાજ્ય સરકારની જરૂર પડે ત્યાં રાજ્ય સરકાર સહકાર આપવા તત્પર હોવાનું જણાવ્યું હતું.

તાજેતરમાં જ હળવદ માર્કેટ યાર્ડની તમામ બેઠકો ભાજપ તરફી બિનહરીફ થઈ હતી.યાર્ડના ચેરમેન તરીકે રજનીભાઈ સંઘાણીની નિમણૂક કરાયા બાદ આજે યાર્ડના નવનિયુક્ત ચેરમેન તેમજ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી,હળવદ તાલુકા ભાજપ પ્રમુખની સાથે સાથે માર્કેટ યાર્ડના ડિરેક્ટરોએ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ સહકાર મંત્રી જગદીશભાઈ પંચાલ અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

- text

વધુમાં માહિતી આપતા યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે હળવદ યાર્ડના વિકાસમાં રાજ્ય સરકારનો હંમેશા સાથ સહકાર રહ્યો છે.જ્યારે પણ માર્કેટ યાર્ડને જરૂર પડી છે ત્યારે રાજ્ય સરકાર હમેશા સાથે ઉભી રહી છે.આજે પણ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા માર્કેટયાર્ડને જ્યારે પણ જરૂર પડે ત્યારે સરકાર સાથે હોવાનું જણાવ્યું હતું.સાથે જ માર્કેટ યાર્ડની વધુ જગ્યા માટેની માંગ પણ વહેલી તકે પૂર્ણ થઈ જશે.

- text