વાંકાનેરના સતાપર ગામે કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના સતાપર ગામે ગ્રામજનોની હાજરીમાં કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સતાપર ગામમાં નિર્માણ પામનાર કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત તાલુકા પંચાયતના સભ્ય જિજ્ઞાસાબેન મેરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે સમસ્ત સતાપર ગ્રામજનોએ જિજ્ઞાસાબેન મેરનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ખાતમુહૂર્ત પ્રસંગે ગામના સરપંચ, સભ્યો, ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text