જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ તા.30મીએ જ રાખડી બાંધવાનું મુહૂર્ત

મોરબીના જાણીતા જ્યોતિષી આચાર્ય જીજ્ઞેશભાઇ પંડ્યાના મતે રાત્રે રક્ષાબંધન શાસ્ત્ર વિરુદ્ધ છે

મોરબી : આ વર્ષે રક્ષાબંધન તહેવારને લઈ લોકોમાં અસમંજસ રહેલી છે, શુભ યોગ ન હોવાથી બહેનો ભાઈઓને ક્યારે રાખડી બાંધી શકે તે માટે મતમતાંતર રહેલા છે ત્યારે મોરબીના જાણીતા જ્યોતિષાચાર્ય જીગ્નેશભાઈ પંડ્યા દ્વારા રક્ષાબંધન પર્વ અને યજ્ઞોપવિત ધારણ કરવા અંગે વિસ્તૃત માહિતી આપી રાત્રી સમયે રાખડી બાંધવાનું યોગ્ય ન હોવાનું જણાવી તા.30ને બુધવારે જ રાખડી બાંધવાનું શુભ હોવાનું જણાવ્યું છે.

શ્રાવણ મહિનાની શુભ શરૂઆત થાય એટલે ઘણા તહેવારો પણ સનાતન હિંદુ સંસ્કૃતિ મુજબના શરૂઆત થાય. આવા સમયે આપણે સારા અને શુભ મુહૂર્તોનો ખૂબ આગ્રહ રાખતા હોઈએ છીએ કે આપણે સારા મુહૂર્તમાં કોઈ સારું કાર્ય કરી અને જેના દ્વારા આપણા કુટુંબની આપણા પરિવારની આપણા ભાઈઓની રક્ષા થાય તો શ્રાવણ મહિનાની શરૂઆત થાય એટલે તરત જ સૌથી મોટામાં મોટો જો તહેવાર કોઈ આવતો હોય તો એ છે રક્ષાબંધન.જેની દરેક બેન પોતાના ભાઈના હાથે રાખડી બાંધવા માટે એક વર્ષ પૂર્ણ રાહ જોતી હોય અને એક ભાઈ પોતાના બેનના હાથેથી રાખડી બંધાવવા માટે પોતાનું રક્ષા સૂત્ર બંધાવવા માટે રાહ જોતા હોય છે. રક્ષાબંધન માત્ર ને માત્ર રાખડી બાંધવાનું જ તહેવારો નથી પરંતુ બ્રાહ્મણો માટે પણ મોટામાં મોટો તહેવાર આપણા શાસ્ત્ર મુજબ કહ્યો છે.

એક ભાષામાં એવું કહી શકાય કે બ્રાહ્મણો માટે મોટામાં મોટો તહેવાર હોય બ્રાહ્મણોને દિવાળી હોય તો એ છે રક્ષાબંધન કારણ કે શ્રાવણી ઉપાકર્મ યજ્ઞોપવિત બદલવી એટલે કે જનોઈ બદલવી અને આવા સમયે મહત્વની ગળમથલ ત્યારે થાય જ્યારે શુભ મુહૂર્તો ગોતવાની તાલાવેલી લાગે.આ વખતે ઘણા પ્રશ્નો ચાલી રહ્યા છે કે રક્ષાબંધન 30/8/2023ને બુધવારે કરવું કે 31/8/2023ને ગુરુવારે કરવું ? રક્ષા બંધનના દિવસે ભદ્રા આવે છે. વિગેરે વિગેરે, સોશિયલ મીડિયાના યુગમાં આ ઘણા મેસેજો વાંચ્યા સાંભળ્યા પરંતુ અમુક વસ્તુઓ જે ગળે ન ઉતરે શાસ્ત્ર મુજબ રાત્રે તો કંઈ થોડી રાખડી બંધાય ?

એનો સચોટ અને શાસ્ત્ર મુજબ જવાબ નીચે આપેલ છે. આ વખતે શ્રાવણ સુદ 13ને મંગળવારના તા.29/8/2023ના રોજ શ્રવણ નક્ષત્ર આવેછે. જે સૂર્યોદયથી રાત્રે ૧૧:૫૦ સુધી છે. બીજે દિવસે શ્રાવણ સુદ ચૌદશના બુધવાર તા.30/8/2023ના રોજ ચૌદશ તિથિ સવારે 10:59 સુધી છે. પૂર્ણિમા તિથિ સવારે બેસી જાય છે હવે શ્રવણ નક્ષત્ર ન મળે તો શ્રાવણી કરવી યોગ્ય છે ?

જનોઈ બદલવા માટે ઊપાકર્મ કરવા માટે નિર્ણય સિંધુ અને ધર્મ સિંધુ પ્રમાણ આપે છે જનોઈ બદલાવવા માટે શ્રવણ નક્ષત્ર જો પૂર્ણીમાં તિથિમાં મળે તો શ્રેષ્ઠ પરંતુ જો પૂર્ણિમા તિથિમાં મધ્યાનકાલમાં શ્રવણ નક્ષત્ર ન હોય તો પૂર્ણિમા તિથિનો મધ્યાનકાલીન સમય શ્રાવણ સુદ ચૌદશ ના બુધવાર તા.30/8/2023ના રોજ ચૌદશ તિથિ સવારે 10:59 સુધી છે.જેથી ત્યારબાદ પૂર્ણિમા તિથિ સવારે બેસી જાય છે જેથી મધ્યાન સંધ્યા થયા બાદ જનોઈ બદલાવવા માટે 10:59 પછીજ શ્રેષ્ઠ મુહૂર્ત છે.

નિર્ણય સિંધુ ના મત મુજબ अत्र श्रवणो गौणाः । तस्याहर्द्धययोगे हेमादौ व्यासः- “धनिष्ठासंयुतं कुर्याच्छ्रावणं कर्म यद्भवेत् । तत्कर्म सफलं ज्ञेयमुपाकरणसंज्ञितम् ॥ श्रवणेन त यत्कर्म इति । गाग्यपि – “उदयव्यापिनी त्वेष विष्ण्व घटिकाद्वयम् । तत्कर्म सकलं ज्ञेयं तस्य पुण्यं त्वनन्तकम् ॥ ” इति पूर्वेचुरुत्तराषाढयोगे परेछुः श्रवणाभावे घटिकाद्वयन्यूने वा पंचम्यादौ कार्यम् । न तु पूर्वविद्वायां संगवमाचे । अपवादाभावात् ॥ किं च |શ્રવણ નક્ષત્રને ગૌણ કરવું સાથે પૂર્ણિમા તિથિ મહત્વની હોવાથી પૂર્ણિમા તિથિમાં જ યજ્ઞોપવિત જનોઈ બદલવી ઉપાકર્મ કરવું. આતો જનોઈ બદલાવાની વાત થઈ

હવે ખાસ વાત અહીંયા એવી રહે છે કે રાખડી ક્યારે બાંધવી. ભદ્રાકાલમાં રક્ષાબંધન ન કરવું ભદ્રાકાલમાં રાખડી ન બાંધવી આવું એક વચન છેલ્લા પાંચેક વર્ષ થયા સાંભળીએ છીએ પરંતુ બ્રાહ્મણો માટેનું બ્રહ્મસૂત્ર એ ઘણું અગત્યનું છે એવી જ રીતે રક્ષા સુત્ર પણ અતિ મહત્વનું છે હવે ઘણા મત મતાંતરો એવા છે કે રાત્રે રક્ષાબંધન કરવી જે એકદમ શાસ્ત્ર વિરુદ્ધ છે. રાત્રિના સમયે ક્યારેય પણ રક્ષા કરાતી જ નથી રક્ષાબંધન થતું જ નથી. ‘यद्यपि शुद्धं लोक विरुद्धं
न च करणीयम् न च आचरणियम्’| જેથી તા.30/8/2023 બુધવારના રોજ સવારે 10:59 પછી પૂર્ણિમા હોવાથી બુધવારના જ રક્ષાબંધન રાખડી બાંધી શકાય છે.

પૂજ્ય આચાર્ય જીજ્ઞેશભાઇ પંડ્યા
(ગોલ્ડ મેડાલિસ્ટ કાશી વારાણસી)

મોરબીમાં એક માત્ર કાશીના વિદ્વાન
જ્યોતિષાચાર્ય સાહિત્યાચાર્ય ભાગવતાચાર્ય
M.A. સંસ્કૃત
૯૪૨૬૯ ૭૩૮૧૯
શ્રી ગણનાથ જ્યોતિષ કાર્યાલય
ક્રિષ્ના ચેમ્બર ઓ.નં. 5
વસંત પ્લોટ મેઈન રોડ ચકિયા હનુમાનની બાજુમાં, મોરબી.