કાલે બુધવારે મોરબી જિલ્લા કોંગ્રેસની અગત્યની મિટિંગ

- text


મોરબી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સૂચના અનુસંધાને આવતીકાલે તારીખ 23 ઓગસ્ટ ને બુધવારના રોજ કાર્યાલયે મોરબી જિલ્લા કોંગ્રેસની અગત્યની મિટિંગ યોજાનાર હોવાનું જિલ્લા કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

આવતીકાલે તારીખ 23 ઓગસ્ટ ને બુધવારે સવારે 10 વાગ્યે મોરબી જિલ્લા કાર્યાલયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર મોરબી જિલ્લા કોંગ્રેસ પક્ષના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરોની એક અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપ પ્રમુખ દિનેશભાઈ પરમાર, પ્રદેશ મહામંત્રી નવલસિંહ જાડેજા તથા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ જે. પટેલ ઉપસ્થિત રહેશે. આ અગત્યની મિટિંગમાં જિલ્લા/તાલુકા/શહેરના આગેવાનો, હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો, ચુંટણી લડેલા ઉમેદવારો, તેમજ દરેક ફ્રન્ટલ/સેલના હોદ્દેદારો, સર્વ કાર્યકરોએ હાજરી આપવા મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવાયું છે.

- text

- text