એમજીઓનો તાત્કાલિક અમલ કરો : સિરામિક ઉદ્યોગકારોની માંગ

- text


બે રૂપિયાનો ભાવ વધારો અસહ્ય હોવાની પણ રજુઆત

મોરબી : મોરબી સિરામિક ઉદ્યોગમાં ઇંધણ તરીકે વપરાતા નેચરલ ગેસના ભાવમાં અચાનક ભાવ વધારાની સાથે અનેક ઉદ્યોગકારોને માસિક ભાવ બંધણા પ્રમાણે એમજીઓ કરાર નહિ કરી આપવા મામલે આજે સિરામિક ઉદ્યોગકારોએ સિરામિક એસોશિએશનના નેજા હેઠળ રજુઆત કરતા સાંજ સુધીમાં હકારાત્મક જવાબ આપવાની ગુજરાત ગેસ કંપનીએ ખાતરી આપી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં પ્રતિ ક્યુબીક મીટરે 2 રૂપિયા જેટલો ભાવ વધારો કરવામાં આવતા આ મામલે આજે સિરામિક એસોશિએશન દ્વારા ગુજરાત ગેસ કંપનીની મોરબી ઓફીસ ખાતે રજુઆત કરવામાં આવી હતી. સાથે જ મોરબીના અનેક ઉદ્યોગકારોએ ચાલુ માસે એમજીઓ માટે અરજી કરવા છતાં એમજીઓ નહિ કરી આપવામાં આવ્યા હોય તે બાબતે પણ રજુઆત કરવામાં આવી હતી.

બીજી તરફ સિરામિક એસોશિએશન અને ઉદ્યોગકારોની રજૂઆતને પગલે ગુજરાત ગેસ કંપનીની ગાંધીનગર વડી કચેરી દ્વારા સાંજ સુધીમાં નિર્ણય કરવામાં આવશે તેવી ખાતરી આપવામા આવી હોવાનું જાણવા મળે છે.

- text

- text