સરપંચ પરિષદ ગુજરાત પશ્ચિમ ઝોનનાં મહામંત્રી તરઘરીના સરપંચની નિમણૂંક કરાઈ

- text


મોરબી : ગુજરાતભરનાં બધા સરપંચોને છેલ્લા 5 વર્ષથી તમામ રીતે મદદરૂપ સાથે માહિતગાર કરતા રજીસ્ટર સંગઠન રાષ્ટ્રીય સરપંચ સંઘ કાર્ય કરે છે. જેના પશ્ચિમ ગુજરાત ઝોનમાં સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છનો સમાવેશ થાય છે.

- text

આ સરપંચ પરિષદ- ગુજરાતના પશ્ચિમ ગુજરાત ઝોન સમિતિના મહામંત્રી તરીકે માળિયા મિયાણા તાલુકાની તરઘડી ગ્રામ પંચાયતના સરપંચ સાગરભાઈ અંબારામભાઈ ફૂલતરીયાની નિમણૂંક કરવામાં આવી છે. સાગરભાઈની મહામંત્રી તરીકે નિમણૂંક થતાં રાષ્ટ્રીય સરપંચ સંઘના રાષ્ટ્રીય મહાસચિવ મુકેશભાઈ સખિયા, સરપંચ પરિષદ ગુજરાતનાં ચેરમેન જુવાનસંગ ડોડીયા, સરપંચ પરીષદ- ગુજરાતના પ્રદેશ પ્રભારી મહેશદાન ગઢવી દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

- text