વાંકાનેરના ભીમગુડા ગામની સીમમાં દેશી દારૂના બે ધંધાર્થી ઝડપાયા 

- text


વાંકાનેર : વાંકનેર તાલુકાના ભીમગુડા ગામની સીમમાં વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી આરોપી વીપુલભાઇ ગોવીંદભાઇ ડાભી અને ભાવેશભાઇ મસાભાઇ ઉર્ફે મશરૂભાઇ વીંઝવાડીયાને દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવતા ઝડપી લઈ ઠંડો આથો, દેશી દારૂ, ભઠ્ઠીના સાધનો અને રૂપિયા 30 હજારના મોટર સાયકલ સહીત 35,250ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. દેશી દારૂના આ ગોરખધંધામાં અન્ય આરોપી મહાદેવ સેલાભાઇ કુકવાવાની સંડોવણી હોવાની બન્ને આરોપીઓએ કબૂલાત આપતા પોલીસે બન્નેને ઝડપી લઈ આરોપી મહાદેવ સેલાભાઇ કુકવાવાને ફરાર દર્શાવી ત્રણેય વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text