મોરબીમાં ત્રીજું વીજ સબ ડિવિઝન ખોલવા માંગ

- text


મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રીની ઉર્જામંત્રીને રજુઆત

મોરબી : મોરબીમાં હાલ પીજીવીસીએલના બે સબ ડિવિઝન હોય પણ વસ્તી અને ઉદ્યોગોના વિકાસને કારણે આ બે સબ ડિવિઝન ટૂંકા પડતા હોવાથી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રીએ ઉર્જામંત્રીને રજુઆત કરીને મોરબી પીજીવીસીએલનું ત્રીજું સબ ડિવિઝન ખોલવાની માંગ કરી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજ્યગુરુ અને જ્યોતિન્દ્ર પારેખએ ઉર્જામંત્રીને રજુઆત કરી છે કે, હાલમા મોરબી શહેરમા પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડના બે સબ ડીવીઝન કાર્યરત છે પરંતુ ત્રીસ હજાર ગ્રાહકોએ એક સબ ડીવીઝન હોય છે જેને બદલે મોરબી શહેરમા સબ ડીવીઝન એકમાં ચાલીસ હજાર ગ્રાહકો છે જ્યારે સબ ડીવીઝન બેમા આશરે બેતાલીશ હજાર ગ્રાહકો છે. ઓફીસરો તથા કર્મચારીઓ તનતોડ મહેનત કરે છે જેની હિસાબે કર્મચારીઓ અને ઓફીસરો માનસીક અને શારીરીક થાક અનુભવે છે.

- text

વધુમા રજુઆતમાં જણાવાયુ છે કે, મોરબી હરણફાળ ભરતું ઔદ્યોગિક શહેર છે. દીવસેને દીવસે ગ્રાહકોની સંખ્યામા ઉતરો ઉત્તર વધારો થાય છે. તેથી મોરબી શહેર ત્રીજુ સબ ડીવીઝન ખોલવા અંગે યોગ્ય કરવાની માંગ કરી છે. જેથી કરી મોરબી શહેરની પ્રજાને વધુ ઝડપથી સેવા મળે તેમ અંતમાં રજુઆતમાં જણાવ્યું હતું.

- text