વર્દીમાં રિલ્સ કે વિડીયો બનાવી પોલીસની ઇમેજ બગાડનાર કર્મીઓ સામે પગલાં લેવાશે

- text


ડીજીપી વિકાસ સહાયે સોશિયલ મીડિયા આચારસંહિતાનો ચુસ્ત અમલ કરાવવા દરેક કમિશનર અને એસપીને કર્યો આદેશ

મોરબી : હવે વર્દીમાં રિલ્સ કે વિડીયો બનાવી પોલીસની ઇમેજ બગાડનાર પોલીસકર્મીઓ સામે પગલાં લેવાશે. આ માટે ડીજીપી વિકાસ સહાયે સોશિયલ મીડિયા આચારસંહિતાનો ચુસ્ત અમલ કરાવવા દરેક કમિશનર અને એસપીને આદેશ કર્યો છે.

ઘણા પોલીસ કર્મચારીઓ દ્વારા પોલીસ યુનિફોર્મમાં રીલ્સ બનાવીને મુકવામાં આવે છે. જેને લઈને ગાંધીનગર પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા ગુજરાત પોલીસનાં સદસ્યો માટે સોશિયલ મીડિયાનાં ઉપયોગ બાબતનો એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

- text

જેમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી/ કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયાનાં ઉપયોગ બાબતની આચારસંહિતાનો ચુસ્તપણે અમલ કરવાનું જણાવેલ છે. તેમ છતાં સોશિયલ મીડિયાનાં ઉપયોગની આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થતો નથી. ખાસ કરીને પોલીસ અધિકારી/કર્મચારીઓ દ્વારા ફરજ પર તથા ફરજ સિવાયનાં સમયે પોલીસ યુનિફોર્મમાં સોશિયલ મીડિયાની રીલ્સ/ વીડિયો બનાવી તેને અલગ- અલગ સોશિયલ મીડિયાની એપ્લિકેશન ઉપર પોસ્ટ કરી પોલીસની છબીને કલંકિત કરતા હોવાનું ધ્યાને આવેલ છે. જેથી આ સૂચનાનો ચુસ્તપણે પાલન થાય તે અતિ આવશ્યક છે. આચારસંહિતાનો ભંગ કરશે તો કાર્યવાહી કરવામાં આવશે.તેમજ જો હવે કોઈપણ પોલીસ અધિકારી/ કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયાનાં ઉપયોગ બાબતની આચારસંહિતાનો ભંગ કરવામાં આવશે તો તેઓનાં વિરૂદ્ધમાં ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે. તેવું પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.

- text