લુણસર તાલુકા શાળાને શૈક્ષણિક કિટો અને દીવાલ ઘડિયાળો અર્પણ કરતા દાતાઓ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાની લુણસર તાલુકા શાળામાં સ્વતંત્રતા દિવસે વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં ઉત્સાહભેર પ્રભાતફેરી યોજવામાં આવી હતી. ત્યારબાદ શાળા મેદાનમાં ઉપસરપંચ ભાવેશભાઈ વસિયાણીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પર્વ નિમિત્તે ગામના આગેવાન વિનુભાઈ નરસિભાઈ વસિયાણી તરફથી બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના 278 વિદ્યાર્થીઓને રૂ.70,000 ના ખર્ચે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સૃષ્ટિબેન જયેશભાઈ વસિયાણી તરફથી શાળા માટે 12 નંગ દિવાલ ઘડિયાળ આપવામાં આવી હતી. આ વેળાએ ગુજરાત સરકારની યોજના હેઠળ લેવાયેલ જ્ઞાન સાધના પરીક્ષામાં મેરીટમાં આવેલ ચાર વિદ્યાર્થીઓનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું.

- text

- text