હળવદ અજીતગઢમાં જુગાર રમતા ચાર પકડાયા, 4 નાસી છૂટ્યા 

- text


હળવદ : હળવદ તાલુકાના અજીતગઢ ગામે ખોડ જવાના રસ્તે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડી જુગાર રમતા આરોપી શનાભાઈ અવચરભાઈ પાટડીયા, હસમુખભાઈ જાદવજીભાઈ ચેડા, શૈલેષભાઈ ચંદુભાઈ સાપરા અને હેમુભાઈ દેવાભાઈ ઈટોદરાને રોકડા રૂપિયા 5,200 સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. જયારે દરોડા દરમિયાન આરોપી શીવાભાઈ ઉર્ફે શીવો લાભુભાઇ પાટડીયા, મેહુલ ઉર્ફે મેલો ગોરધનભાઇ ભીમાણી, જગદીશભાઈ ધુળાભાઈ સાપરા અને અરવિંદભાઈ ત્રિકમભાઇ કુરીયા નામના આરોપીઓ નાસી જતા પોલીસે આઠેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text