મોરબી દલવાડી સર્કલના ખરાબ રોડ મામલે મહિલાઓની પાલિકામાં ઉગ્ર રજુઆત

- text


થોડા દિવસો પહેલા ચક્કાજામ કર્યા છતાં બિસ્માર રોડની યોગ્ય કાર્યવાહી ન થતા મહિલાઓએ આજે પાલિકા તંત્રને રજુઆત કરી હજુ પણ રોડનું રીપેરીંગ ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી

મોરબી : મોરબીના દલવાડી સર્કલ પાસેના ખરાબ રોડ પ્રશ્ને આજે સ્થાનિક મહિલાઓએ પાલિકા કચેરીમાં મોરચો માંડ્યો હતો અને થોડા દિવસો પહેલા ચક્કાજામ કર્યા છતાં બિસ્માર રોડની યોગ્ય કાર્યવાહી ન થતા મહિલાઓએ આજે પાલિકા તંત્રને રજુઆત કરી હજુ પણ રોડનું રીપેરીંગ ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

મોરબીના દલવાડી સર્કલથી કેનાલને જોડતો રસ્તાં ઉપર પ્રધાનમંત્રી આવાસ યોજના અને ઉમા રેસિડન્સી સહિતની સોસાયટી આવેલી હોય આ રસ્તો ચોમાસામાં ભયાનક રીતે ખરાબ થઈ જતા કેનાલ પણ ખુલ્લી હોય આ રસ્તા ઉપર નીકળતા લોકો સીધા કેનાલમાં ખાબકે છે. થોડા દિવસો પહેલા સ્થાનિક રહીશોએ ચક્કાજામ કર્યા બાદ પણ આ રોડની હાલત ન સુધરતા આજે આ વિસ્તારની મહિલાઓનું ટોળું આજે નગરપાલિકા કચેરીએ દોડી ગયું હતું અને ખરાબ રોડ ઉપરાંત લાઈટ સહિતની પ્રાથમિક સુવિધા આપવાની રજુઆત કરી હતી. મહિલાઓ પાલિકા તંત્ર સમક્ષ બળાપો ઠાલવ્યો હતો કે, તેમના વિસ્તારનો રસ્તા વરસાદમાં બંધ થઈ જાય છે. ગારા કીચડ અને પાણી ભરાવવાથી આ રસ્તો ચાલવા યોગ્ય રહેતો નથી. બાળકો શાળાએ જઈ શકતા નથી. ખાડા ખબડાને કારણે ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. આથી તંત્રએ હાલમાં ખાડા બુરવા તેમજ દિવાળી પછી રોડ બનાવવાની ખાતરી આપતા મહિલાઓએ યોગ્ય કામ ન થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.

- text

- text