રાહુલ ગાંધીને સુપ્રિમમાંથી રાહત મળતા મોરબીમાં કોંગ્રેસ દ્વારા આતશબાજી 

- text


મોરબી : રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં જે સજા ફટકારવામાં આવી છે સુપ્રીમ કોર્ટે તેના ઉપર વચગાળાનો સ્ટે મૂકી દીધો છે. જેને લઈને જિલ્લા કોંગ્રેસ દ્વારા આતશબાજી કરીને ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં આગેવાનોએ હાજરી આપી હતી.

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવાયું છે કે કર્ણાટકની સભામા રાહુલ ગાંધીના ભાષણ સામે માનહાનીનો કેસ કરી રાહુલ ગાંધીની રાજકિય કારકિર્દી ખતમ કરવાના પ્રયાસો બીજેપી દ્રારા કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીને સુરત કોર્ટ, હાઇકોર્ટે દ્રારા કસુરવાન ઠેરવ્યાના હુકમ સામે રાહુલ ગાંધી સુપ્રિમ કોર્ટે ગયા હતા.આજે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને સજા સામે સ્ટે આપતા ન્યાય મળ્યો છે. સત્યનો વિજય થયો છે. તાનાશાહીની હાર થઈ છે અને લોકશાહીની જીત થઈ છે. રાહુલ ગાંધીને ન્યાય મળ્યાની ખુશીમા આજે સાંજે મોરબી જિલ્લા કાઁગ્રેસ દ્વારા ફટાકડા ફોડી આતસબાજીનો કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે, નવા બસ સ્ટેન્ડ સામે, શનાળા રોડ ખાતે રાખવામાં આવ્યો હતો.

- text

- text