ટંકારા ખાતે મહિલાઓ માટે રોજગારલક્ષી માહિતી અંગેનો સેમિનાર યોજાયો

- text


મહિલાઓને સ્વાવલંબી બનવા રોજગાર તેમજ સ્વરોજગારલક્ષી યોજનાઓની વિશે માહિતી અપાઈ

મોરબી : મહિલા અને બાળ વિભાગ દ્વારા ‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મહિલા અને બાળ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર મોરબી દ્વારા જુના આર્ય સમાજ ટંકારા ખાતે ‘મહિલા સ્વાવલંબન દિવસ’ અતર્ગત મહિલાઓ માટે રોજગારલક્ષી માહિતી અંગેના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમીનારમાં પ્રોટેક્શન ઓફિસર નિલેશ્વરીબા ગોહિલે જણાવ્યું હતું કે, સ્ત્રી અને પુરષ એક સિક્કાની બે બાજુ છે. સ્ત્રીઓ પણ પોતે પગભર થઈ પોતે સ્વાવલંબી બની આગળ વધી પોતાની એક અલગ ઓળખ ઉભી કરી શકે છે. જિલ્લા રોજગાર અધિકારીશ્રી એમ.એન. સાવનિયા દ્વારા મહિલાઓને રોજગારલક્ષી માહિતી આપવામાં આવી હતી.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના આઈ.પી.ઓ વિશાલભાઈ દેત્રોજા દ્વારા ઉદ્યોગ કેન્દ્રની ચાલતી સ્વરોજગારલક્ષી યોજનાની માહિતી આપવામાં આવી હતી. જિલ્લા સમાજ કલ્યાણ (વિ,જા.) વિભાગ દ્વારા સમાજકલ્યાણની યોજના વિશે અને આયુર્વેદ ડોક્ટરશ્રી એમ.ડી. જાડેજા દ્વારા મહિલા સશક્તિકરણ વિશે મહિલાઓને માહિતગાર કરવામાં આવી હતી.

ડિસ્ટ્રીક્ટ મિશનકો-ઓર્ડીનેટર મયુરભાઈ સોલંકી દ્વારા મહિલા અને બાળ વિભાગમાં ચાલતી મહિલાલક્ષી યોજનાની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મહિલાઓએ માર્ગદર્શન મેળવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન જેન્ડર સ્પેશિયાલિસ્ટ રશ્મિબેન વિરમગામા દ્વારા કરવામાં આવ્યું હતું.

- text

- text