ફોરેસ્ટે પાનેલીથી કાલિકાનગર જવાનો રસ્તો બંધ કરાતા લોકોને જગચોર્યાસીનો આંટો

- text


વન વીભાગે રસ્તો બંધ કરાતા પાનેલીથી કાલિકાનગર જવા માટે હવે 15 કિમિનું અંતર કાપવુ પડતું હોવાની રાવ : બે દિવસમાં રસ્તો ખુલ્લો કરી દેવાશે : વન વિભાગ

મોરબી : મોરબી તાલુકાના પાનેલી ગામથી કાલિકાનગર નીચી માંડલ જતો રસ્તો ફોરેસ્ટ વિભાગ દ્વારા બંધ કરી દેતા ગ્રામજનોને પાનેલીથી કાલિકાનગર જવા માટે હવે 15 કિમીનો આંટો મારવો પડે છે. બીજી તરફ વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે રોડ રીપેરીંગ માટે રસ્તો બંધ કર્યો હોય બે દિવસમાં ખુલ્લો કરી દેવામાં આવશે

પાનેલી ગામના સરપંચ ગૌતમભાઈ હડિયલે જણાવ્યું હતું કે પાનેલી ગામથી કાલિકાનગર, નીચી માંડલ જતા રોડને ફોરેસ્ટ વિભાગે બંધ કરી દેતા ભારે હાલાકી પડી રહી છે અને રસ્તો ખુલ્લો કરવા માટે સાંસદ અને ધારાસભ્યને રજૂઆત કરી છે. પહેલા આ રસ્તો ચાલુ હતો ત્યારે પાનેલીથી કાલિકાનગર જવા માટે 3 કિમીનું અંતર કાપવું પડતું પણ હવે આ રસ્તો બંધ કરી દેતા પાનેલીથી કાલિકાનગર જવા માટે ફરી ફરીને જઈને 15 કિમીનું અંતર કાપવું પડે છે. હાઇવે ઉપરથી થઈને જવું પડતું હોય એટલે ટ્રાફિકની સમસ્યા પણ નડે છે. માંડલ જવું હોય તો પણ ફરી ફરીને જવું પડે છે.

- text

આ મામલે ફોરેસ્ટ વિભાગના અધિકારી જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જે રસ્તો બંધ કર્યો તે વિડી જવાનો રસ્તો હોય ત્યાં આવેલો ચેકડેમ કોઈએ પાણીનો નિકાલ કરવા માટે ગત તા 28ના રોજ તોડી નાખેલો હોવાથી જવાબદાર આરોપીઓની શોધખોળ હાલ ચાલુ છે અને તેમની સામે ફરિયાદ પણ કરવાની તજવીજ હાથ ધરવાની તજવીજ ચાલુ છે. આ રસ્તો હાલમાં રીપેરીંગ માટે બંધ કર્યો હોય બે દિવસમાં ફરી ચાલુ કરી દેવાશે તેમ તેમણે જણાવ્યું હતું.

- text