મોરબી લીલાપર રોડ આવાસ યોજનામાં જુગારના અડ્ડા, ગુંડાગીરી 

- text


સ્થાનિક રહેવાસીઓએ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી ભાડાના આવાસમાં ચાલતા દુષણ બંધ કરાવવા માંગ કરી 

મોરબી : મોરબી શહેરના લીલાપર રોડ ઉપર આવેલ આવસ યોજનામાં મૂળ માલિકોને લાગેલા ક્વાટર્સ ભાડે આપવામાં આવ્યા હોવાનું અને આ ભાડાના ક્વાટર્સમાં જુગારના અડ્ડા ધમધમવાની સાથે અહીં ગુંડાગીરી આચરવામાં આવતી હોવાથી તાકીદે આવા ભાડે આપેલા ક્વાટર્સ ખાલી કરાવવા હિન્દૂ મુસ્લિમ એકતા સમિતિના નેજા હેઠળ સ્થાનિકોએ મોરબી પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી છે.

હિન્દૂ મુસ્લિમ એકતા સમિતિના નેજા હેઠળ સ્થાનિક લોકોએ આજે મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરતા જણાવ્યું હતું કે, લીલાપર આવાસ યોજનામાં અનેક એવા આસામીઓ છે જેમને રહેણાંક મકાન ફાળવવામાં આવ્યા બાદ આ આવાસ અન્યોને ભાડે આપી દીધું છે અને આવા ભાડે અપાયેલા ક્વાટર્સમાં માથાભારે તત્વો દાદાગીરી આચરી ગુંડાગીરી કરી રહ્યા છે. આ ઉપરાંત અહીં જુગારના હાટડા પણ ધમધમી રહ્યા હોય ગેરકાયદે પ્રવૃત્તિ તાકીદે બંધ કરાવવા માંગણી ઉઠાવી હતી.

- text

- text