મોરબીના કાસા કોયલી નજીક જુગાર રમતા 6 ઝડપાયા

- text


મોરબી એલસીબી ટીમે દરોડો પાડ્યો

મોરબી : મોરબી એલસીબી ટીમે મોરબી તાલુકાના કાસા કોયલી ગામે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા દિનેશભાઇ પુનાભાઇ ડાંગર, ગોવિંદભાઇ હરજીભાઇ પનારા, પરેશભાઇ દેવાભાઇ રાણીપા, શૈલેશભાઇ સવજીભાઇ ઘોડાસરા, પ્રભુભાઇ તળશીભાઇ બાવરવા અને મુકેશભાઇ ધીરૂભાઇ પીપળીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 38,700 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા અન્વયે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

- text