મોરબીના 39 અનાથ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપતી ઓમશાંતિ વિદ્યાલય

- text


મોરબી : છેલ્લા 30 વર્ષથી મોરબીમાં શિક્ષણક્ષેત્રે અગ્રેસર રહેલી સંસ્થા ઓમશાંતિ વિદ્યાલયના સ્થાપક, સંચાલક, મેનેજીંગ ટ્રસ્ટી ટી. ડી. પટેલ દ્વારા 39 બાળાઓને નિઃશુલ્ક શિક્ષણ આપવાની જવાબદારી સ્વીકારી તેઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે.

ઓમશાંતિ વિદ્યાલયમાં વિકાસ વિદ્યાલયની 33 બાળાઓ, યદુનંદન ગૌશાળા સંસ્થાના 3 વિદ્યાર્થીઓ અને મધર ટેરેસા આશ્રમની 3 બાળાઓ મળીને કુલ 39 વિદ્યાર્થિનીઓને શાળામાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવ્યો છે. આ અનાથ બાળાઓને શાળામાં જ્યાં સુધી ભણે ત્યાં સુધી નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવશે અને સાથે સાથે બે જોડી યુનિફોર્મ અને પુસ્તકો પણ આપવાની જાહેરાત કરાઈ છે. આમ ઓમ શાંતિ વિદ્યાલયે સાબિત કર્યું છે કે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ માત્ર ફી માટે નહીં પરંતુ સામાજિક જવાબદારી સ્વીકારી સમાજમાં સમાનતા માટે પણ પ્રયત્નશીલ છે.

- text

શાળાના આચાર્ય સંજય વિરડીયાએ જણાવ્યું છે કે, સમાજના કોઈ અગ્રણીઓ કે સેવાભાવી સંસ્થાઓ આ બાળઓની ફી ભરવા માટે જવાબદારી લેવા માટે તૈયાર હોય તો તે આવકાર્ય છે. અન્યથા સંસ્થામાં ભણે ત્યાં સુધી નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવશે.

- text