ખોવાયેલ બાળકનું પરિવાર સાથે મિલન કરાવતી મોરબી એ ડિવિઝન પોલીસ

- text


મોરબી : મોરબીમાંથી એક 6 વર્ષનો બાળક ખોવાયો હતો જેને મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા શોધીને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

મોરબીના નવલખી રોડ પર આવેલ ગ્રીન પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા દિલીપભાઈ વિશ્વકર્માનો 6 વર્ષીય પુત્ર અનમોલ ખોવાઇ ગયો હતો. ત્યારે મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા બાળકને શોધીને તેના પિતાને પોલીસ સ્ટેશને બોલાવી હેમખેમ સોંપ્યો હતો. આ કામગીરીમાં મોરબી એ ડિવિઝન પોલીસના PSI પી.આર. સોનારા, હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ બોરીચા જોડાયા હતા.

- text

- text