મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા કરાઓકે ગાયન સ્પર્ધા યોજાશે

- text


મોરબી : મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તા. 6 ઓગસ્ટના ભાઈઓ અને બહેનો માટે કરાઓકે ગાયન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી સંગીતપ્રેમી જનતાને પોતાના સુરીલા અવાજમાં ગાવાનો મોકો મળે અને પોતાની પ્રતિભાને રજૂ કરવા માટે એક પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તા. 6 ઓગસ્ટના બપોરના 3 કલાકે સ્વરંગન સ્ટુડીઓ, ચોથો માળ, વૈશાલી આર્કેડ, નિલકંઠ સ્કુલની સામે કરાઓકે ગાયન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં 40 વર્ષથી ઉપરના ભાઈઓ અને બહેન ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે રૂ. 200 રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે. સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો બંનેમાંથી પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબર પ્રાપ્ત કરનારને શિલ્ડ એનાયત કરવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રીતિબેન દેસાઈ- 93289 70499, રંજના સારડા- 97265 99930, કવિતા મોદાની- 72848 42189, નિશી બંસલ- 9427543656 પર સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત રહેશે. જે સ્પર્ધકોએ ગાવા માટે ગીત પસંદ કર્યુ હોય તેણે ગીતની લીંક નામ નોંધણી સાથે ઉપર દર્શાવેલા નંબર ઉપર મોકલવાનું રહેશે.

- text

- text