મોરબીમાં સૌપ્રથમ પ્રસુતિ પૂર્વેની અને પછીની કેર સાથે ફિઝિયોથેરાપી સારવાર એક જ સ્થળે

 

દેવદીપ ફિઝિયો એન્ડ મધર કેરનો પ્રારંભ : ફક્ત મહિલાઓ માટે જ તમામ સેવા ઉપલબ્ધ : નિષ્ણાંત ડો. વૈશાલી એન.અઘારાની સેવા ઉપલબ્ધ : સગર્ભા માતાઓએ એક વખત મુલાકાત અવશ્ય લેવી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ગર્ભાવસ્થા એ સ્ત્રીના જીવનનો અત્યંત મહત્વનો તબકકો છે. જેને ધ્યાને લઈને મોરબીમાં સૌ પ્રથમ પ્રસુતિ પૂર્વેની અને પછીની કેર તેમજ ફિઝિયોથેરાપી ક્લિનિક એવા દેવદીપ ફિઝિયો એન્ડ મધર કેરનો શુભારંભ કરવામાં આવ્યો છે. જે મોરબીની દરેક માતાઓ સગર્ભાવસ્થામાં સ્વસ્થ રાખવાના ધ્યેય સાથે કાર્યરત રહેશે.

ગર્ભાવસ્થામાં 9 મહિનાના તબક્કા દરમિયાન સ્વસ્થ રહેવું અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે, ત્યારે ફિટનેસ પણ મહત્વપૂર્ણ છે. ઘણા ડોકટરો અને નિષ્ણાતો સ્ત્રીઓને પ્રેગ્નન્સી દરમિયાન કસરત કરવાનું ચાલુ રાખવા પ્રોત્સાહિત કરે છે, જેથી કરીને તેઓને પ્રસૂતિ દરમિયાન કોઈ તકલીફ ન થાય. કસરત કરવાથી મુદ્રામાં પણ સુધારો થાય છે અને પીઠનો દુખાવો અને સુસ્તી જેવી અગવડતા દૂર થાય છે.ગર્ભાવસ્થામાં દેખરેખ હેઠળ થયેલી કસરત તથા એકટીવીટીથી નોર્મલ ડિલીવરી ની શકયતા વધે છે તથા માતા અને બાળકનું સ્વાસ્થ્ય સુધરે છે.

આ બધી બાબતો અંગે જાગૃતિ લાવવા તથા મોરબીની સગર્ભા બહેનોને સ્વસ્થ રાખવાની નેમ સાથે મોરબીની સ્વાગત ચોકડી ખાતે કેપિટલ માર્કેટમાં ત્રીજા માળે દેવદીપ ફિઝિયો એન્ડ મધર કેરનો શુભારંભ થયો છે. જ્યાં તમામ સગર્ભાઓ માટે પ્રસુતિ પહેલાની કેર અને પ્રસુતિ બાદની કેર માટે નિષ્ણાંત ડો. વૈશાલી એન.અઘારા -MPT ( કાર્ડિઓ) BPT ની સેવા ઉપલબ્ધ છે.

અહીંની સેવાથી શુ ફાયદો મળશે ?

ગર્ભાવસ્થા પહેલાની માતાની ફિટનેસ અને સ્વાસ્થ્ય ગર્ભાવસ્થા અને ડિલીવરી માટે ખુબ જ મહત્વના છે. જેથી જ ગર્ભાવસ્થામાં થતા શારિરીક ફેરફારોને સારી રીતે મેનેજ કરી શકાય. વજનમાં થતો વધારો નિયંત્રણમાં રહે છે. ડિલીવરી પછી માતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઝડપથી સુધરે છે. ચાઈલ્ડ બર્થ એજયુકેશન, પ્રેગનન્સી, લેબર તથા ડિલીવરીની સંપુર્ણ માહિતી મળે છે.

ડિલિવરી પૂર્વે કેર કેમ જરૂરી ?

વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે ગર્ભાવસ્થાની શરૂઆતથી ડિલીવરી ટાઈમ સુધી ફિઝિયોથેરાપીનો ખાસ પ્રોગ્રામ કરવાથી સ્નાયુ મજબુત રહે છે. ડિલીવરી દરમ્યિાન થતો દુખાવો સહય બને છે, પ્રેગનન્સી દરમ્યિાન રહેતો કમર નો દુખાવો તેમજ ડિલીવરી પછીની સમસ્યાઓ નિવારી શકાય છે.

ડિલીવરી બાદ કેર કેમ જરૂરી ?

ડિલીવરી પછી વૈજ્ઞાનિક ઢબે કરાતી કસરત ડિલીવરી પછી રહેતા કમરના દુખાવા, પ્રેગનેન્સી દરમ્યાન વધેલુ વજન તેમજ પેટ/થાપા નો ભાગ ઘટાડવામાં મદદરૂપ થાય છે. સાથે જ બાળ ઉછેરને લગતા માતા-પિતા માટેના સલાહ સુચનો બાળકનાં સર્વાંગી વિકાસ માટે ખાજ ઉપયોગી છે.

ફિઝીયોથેરાપી સારવાર

શરીરના કોઇપણ સાંધા તથા સ્નાયુના દુખાવા
● હૃદય અને ફેફસાના રોગ પછી તેની કાર્યક્ષમતા વધારવાની કસરત
● ગરદન તથા કમરના મણકાના ઘસારાની તકલીફ
● મણકાની ગાદી ખસી જવી
● લકવો : મોં, અર્ધઅંગ, હાથ, પગ વગેરેની સારવાર
● વેરીકોઝ વેઇન માટેની સારવાર
દાઝેલા દર્દીઓ માટે કસરતો
● સાયટીકાનો દુખાવો
● રમત-ગમતને લીધે થતી ઇજાઓ

મહિલાઓની તકલીફો માટે ખાસ ફિઝીયોથેરાપી સારવાર

ગર્ભાવસ્થા પહેલા અને ગર્ભાવસ્થા દરમિયાન કસરતો
● પ્રસુતિ પછીની કસરતો
● બ્રેસ્ટ ફીડીંગ કન્સલ્ટેશન – સ્તનપાન માટે માતાને સલાહ અને સારવાર
● છાતી અને ગર્ભાશય કેન્સરના ઓપરેશન પછીની સારવાર
● ઓબેસીટી (જાડાપણું)
● માસિક પહેલાની તકલીફો અને માસિકનો દુખાવો
● મેનોપોઝને લગતી તફલીકો જેવી કે સાંધાના દુખાવા, બેલેન્સમાં તકલીફો, ખાલી ચડવી, કાંડામાં દુખાવો વગેરે

દેવદીપ ફિઝિયો એન્ડ મધર કેર
ઓફિસ નં.22/23, કેપિટલ માર્કેટ, સ્વાગત ચોકડી, મોરબી
સમય : સવારે 9 થી 12, સાંજે 4 થી 7
ડો. વૈશાલી એન. અઘારા
મો.નં. 7069027927