મોરબીમાં એક્ટિવા ઓવરટેક કરવા મામલે બબાલ, એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ 

- text


મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર એક્ટિવા ઓવરટેક કરતા સમયે આગળ જતા એક્ટિવા ચાલકનું એક્ટિવા આડું આવતા પાછળ આવતા એક્ટિવ ચાલકે ઝઘડો કરી યુવાનને તથા તેના પિતાને જાતિ પ્રત્યે હડધૂત કરતા એટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં રહેતો મીહિરભાઇ રાજેશભાઇ ચૌહાણ પોતાના મિત્ર સાથે મોબાઈલ રીપેર કરાવવા ગયા બાદ એક્ટિવ લઈને આવતો હતો ત્યારે શનાળા રોડ ઉપર મહેશ પાન પાર્લર પાસે એકટીવા નંબર GJ-36-N-7530 ચાલક આદિત્યરાજસિંહ દરબાર મિહિરની સાઈડ કાપવા જતા મીહીરનું એક્ટિવા આડુ આવતા આરોપીએ તેનું એક્ટિવ મિહિરના એક્ટિવ સાથે અથડાવવા ચારેક વખત પ્રયાસ કરતા મિહિરે તેનું એક્ટિવ ઉભું રાખી દીધું હતું.

- text

બાદમાં આરોપી આદિત્યરાજસિંહ દરબારે મિહિરને કેવો છો તેમ પૂછી જાતિ પ્રત્યે અપમાનિત કરી ગાળાગાળી કરતા મિહિરના પિતા રાજેશભાઈ પણ ત્યાં આવી જતા આરોપી અને તેની સાથે રહેલા અન્ય માણસે રાજેશભાઇને તુ અહિથી જતો રહે નહિતર તને પુરો કરી નાખીશ એવી જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આ મામલે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો છે.

- text