રસ્તો ભુલી ગયેલા શ્રમિક મહીલાનું પરીવાર સાથે મિલન કરાવતી હળવદ પોલીસ

- text


હળવદ : હળવદ વિસ્તારમાં સિરામિક કારખાનામાં પતિ સાથે રહેતી પરિણીતાને પતિ સાથે બોલાચાલી થયા બાદ ઘેરથી નીકળી ગયા બાદ આ શ્રમિક મહિલા કારખાનાનો રસ્તો ભૂલી જઇ હળવદ બસસ્ટેન્ડમાં બેઠા હોય કોઈ સજ્જન વ્યક્તિના ફોન બાદ હળવદ પોલીસે આ મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.

ગઈકાલે સાંજે હળવદ પોલીસ સ્ટેશનના ખાતે એક સજ્જન વ્યક્તિનો ફોન આવેલ અને વાત કરેલ કે, હળવદ બસ સ્ટેશન પાસે એક અજાણી મહીલા બેઠી છે. તેણીની સાથે કોઇ નથી. જેથી પોલીસ મોકલો તેવી વાત કરતાં તુરંતજ શી ટીમ સ્ટાફને મોકલવામાં આવી હતી અને અજાણી મહીલાને પોલીસ મથકે લાવી પુછપરછ કરતાં પોતાનું નામ આશાબેન મહેશભાઇ ગણાવા હોવાનુ જણાવી મહીલા પોતાના પતિ સાથે મન દુ:ખ થતા પોતે સીરામીક કારખાને કામ કરતા હોય ત્યાંથી નીકળી ગયેલ અને અંધારૂ થઇ જતા કારખાનાનો રસ્તો ભુલી જતા પોતે ડરી ગયેલ હોય જેથી હળવદ આવી બેસી રહેલ હોવાનું જણાવ્યું હતું.

- text

જેથી તેઓને સી-ટીમ મારફતે પૂછ પરછ કરી જરૂરી ભરોસો વિશ્વાસ આપી તેઓની પરીવારની વિગત જણાવાનો પ્રયત્ન કરતા આ બહેને પોતે દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના ભાણપુર ગામના મંડોલ ફળીયાના હોવાનુ જણાવતા અને ત્યાં આ બહેનના માતા-પિતા રહેતા હોવાનુ જણાવતા પોસ્ટે.ઓ. મારફતે દાહોદ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી આ બહેનના માતાપિતાનો સંપર્ક કરી તેઓને બોલાવી આ મળી આવેલ બહેન નામે આશાબેન મહેશભાઇ ગણાવાને તેઓના માતા પિતા સાથે સહી સલામત જરૂરી કાઉન્લીંગ કરી મોકલી આપવામા આવેલ હતા.

આ કામગીરી પોલીસ ઇન્સપેક્ટર કે.એમ.છાસીયા, પોલીસ હેડ કોન્સ. જયેશભાઇ રામભાઇ ચાવડા મહીલા કોન્સ્ટેબલ મીનાબેન મનહરભાઇ તારબુંદીયા, પૂજાબેન શંકરભાઇ કણઝરીયા અને પોલીસ હેડ કોન્સટેબલ ભરતભાઇ મોહનભાઇ આલ દ્વારા કરવામાં આવી હતી.

- text