ટીંબડી પાટીયા પાસે ટ્રેઇલરમાં છુપાવેલ દારૂની ૧૩૨ બોટલ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકાના ટીંબડી પાટીયા પાસે પાર્કીંગમાં પડેલા ટ્રેઇલરમાં સફેદ માટી ભરેલ થેલીની આડમાં છુપાવેલ ૧૩૨ બોટલ દારૂ સાથે એક શખ્સને પકડી પાડી તાલુકા પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસે ટીંબડી પાટીયા પાસે, અશ્વમેઘ હોટલ સામે, આવળ કોમ્પલેક્ષ પાછળ પાર્કીંગમાં રેઇડ કરતા પાર્ક કરેલ ટાટા કંપનીનુ ટેઇલર રજી.નં. RJ-52-GB-2691 વાળુ મળી આવતા જે ટ્રેઇલરમાં સઘન તપાસ કરતા ટ્રેઇલરમાં ભરેલ સફેદ પાટીની થેલીની આડમાં છુપાવેલ ભારતીય બનાવટનો ઇગ્લીશદારૂ મેકડોવેલ્સ નં.૦૧ સુપીરયર વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓનલી લખેલ ૭૫૦ મી.લી. ની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૧૩૨ કિં.રૂ.૪૯,૫૦૦/- સાથે દીપુ કલ્યાણસિંહ મીણા ઉ.વ.૨૭, રહે. વૃંદ સિરાવાસ, તા.જી.અલવર, રાજસ્થાનવાળાને પકડી પાડવામાં આવ્યો છે.

- text

આ કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર કે.એ.વાળા તથા પો.સ.ઇ. વી.જી.જેઠવા, એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સ. અજીતસિંહ પરમાર, દિનેશભાઇ બાવળીયા, વનરાજભાઇ ચાવડા, પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથભાઇ લોખીલ, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા, પૃથ્વીરાજસિંહ જાડેજા, કુલદિપભાઇ કાનગડ, કેતનભાઇ અજાણા, દેવશીભાઇ મોરી રોકાયેલ હતા.

- text