હળવદ અને માળીયાના અગરિયાની રોજીરોટી છીનવાઈ જવાની દહેશત

- text


સર્વે એન્ડ સેન્ટલમેન્ટની યાદીમાં નામ ન હોવાથી અગરિયાઓની મીટીંગમાં તેમને થયેલા અન્યાયની સરકારમાં રજુઆત કરવાનું નક્કી કરાયું

હળવદ/ માળીયા : હળવદ અને માળીયા તાલુકાના રણ વિસ્તારમાં મીઠું પકવીને રોજીરોટી રળતા આગરિયાઓની તાજેતરમાં મીટીંગ યોજાઈ હતી. જેમાં તાજેતરમાં જાહેર થયેલી અગરિયાઓ માટેની સર્વ એન્ડ સેટલમેન્ટની યાદીમાં હળવદના રણ વિસ્તારમાં મીઠું પકવતા 95 ટકા જેટલા અગરિયાઓના નામ ન હોવાથી આ અગરિયાઓ હવે પછી રણ વિસ્તારમાં મીઠું પકવી શકશે નહીં અને હળવદના અગરિયાઓની રોજીરોટી છીનવાઈ જશે તેવી દહેશત વ્યક્ત કરાઈ હતી.

માળીયા અને હળવદના રણ વિસ્તારમાં મીઠું પકવતા અગરિયાઓનો સર્વ સેટલમેન્ટની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં હળવદમાં પૂર્વજોથી પરંપરાગત રીતે મીઠું પકવતા અગરિયાની આ યાદીમાં નામ જ ન હોવાથી અગરિયાઓ મુશ્કેલીમાં મુકાય ગયા છે. કારણે અગરિયાની જે યાદી જાહેર કરી તેમાં હળવદના 95 ટકા અગરિયાઓનો સમાવેશ ન થયો હોવાનું હવે પછી આ અગરિયાઓ મીઠું પકવી શકશે નહીં અને તેમની રોજીરોટી છીનવાઈ જશે. સર્વે સેટલમેન્ટ યાદીમાં અનેક અગરિયાઓના નામ ન હોવાથી આ બાબતે થયેલા અન્યાયની સરકારમાં રજુઆત કરશે તેવું અગરિયાઓએ જણાવ્યું છે અને અગરિયા હિતરક્ષક મંચના મોરબી જિલ્લાના કોઓડીનેટર મારુતસિંહ બારૈયાએ જણાવ્યું હતું કે, અભ્યારણ વિભાગની આ પોલિસીને કારણે અગરિયાઓ રોજીરોટી વગરના થઈ જશે અને મોરબી જિલ્લા સહિત અન્ય ચાર જિલ્લામાં હવે મીઠાનું ઉત્પાદન બંધ થઈ શકે તેમ છે. તેથી અગરિયાઓને તેમનો હક્ક આપવાની માંગ કરી છે.

- text

- text